અયોધ્યા વિવાદ મુદ્દે ડીએમકેના નેતા રાજાએ બાબરી મસ્જિદની તરફેણ કરી

22 September, 2019 04:49 PM IST  |  મુંબઈ ડેસ્ક

અયોધ્યા વિવાદ મુદ્દે ડીએમકેના નેતા રાજાએ બાબરી મસ્જિદની તરફેણ કરી

પ્રતીકાત્મક તસવીર

ચેન્નઈ : (જી.એન.એસ.) વિવાદાસ્પદ અયોધ્યા મુદ્દે હાલ સુપ્રીમ કોર્ટમાં રોજ સુનાવણી ચાલી રહી છે ત્યારે ડીએમકેના નેતા એ. રાજાએ અચાનક બાબરી મસ્જિદની તરફેણ કરતું નિવેદન કર્યું હતું. રાજાએ કહ્યું કે જે પક્ષ બાર વર્ષથી સંબંધિત બાંધકામનો કબજો ધરાવતો હોય એ એનો માલિક કહેવાય. એની દલીલોનો સ્વીકાર કરી લેવો જોઈએ.

બીજેપીના નેતા ગિરિરાજ સિંઘે હિન્દુઓના પક્ષમાં ચુકાદો આવવાની શક્યતા વિશે વિધાન કર્યું એ પછી એ. રાજાનું આ નિવેદન આવી પડ્યું હતું. રાજાએ કહ્યું કે કોઈ વ્યક્તિ અન્યના મકાનમાં એની જાણકારી સાથે બાર વર્ષ સુધી રહે તો મકાનમાં રહેનાર એ મકાનનો માલિક કહેવાય એવી કાનૂની જોગવાઈ છે.
મુસ્લિમ પક્ષ હિન્દુઓની જાણકારી સહિત વિવાદાસ્પદ બાંધકામનો કબજો ધરાવતો હતો એટલે કહેવાતી બાબરી મસ્જિદ પર મુસ્લિમોનો કબજો સ્વીકારી લેવો જોઈએ.
રાજાએ એવી પણ દલીલ કરી હતી કે ભગવાન રામનો જન્મ આ સ્થળે ત્રણ લાખ વર્ષ પહેલાં થયો હોવાનો કોઈ પુરાવો નથી. બીજી બાજુ બાબરે ચારસો વર્ષ પહેલાં આ મસ્જિદ બાંધી એનો ઇતિહાસ સાક્ષી છે એટલે મુસ્લિમોનો દાવો સ્વીકારી લેવો જોઈએ.

national news chennai