તમિલનાડુ: દ્રમુક-કોંગ્રેસનું ગઠબંધન, દ્રમુક 30-કોંગ્રેસ 9 સીટો પર લડશે

20 February, 2019 06:32 PM IST  | 

તમિલનાડુ: દ્રમુક-કોંગ્રેસનું ગઠબંધન, દ્રમુક 30-કોંગ્રેસ 9 સીટો પર લડશે

કોંગ્રેસ-દ્રમુક (ડીએમકે) મળીને લોકસભા ચૂંટણી લડશે

તમિલનાડુ અને પુડ્ડુચેરીની 40 સીટ્સ પર કોંગ્રેસ-દ્રમુક (ડીએમકે) મળીને લોકસભા ચૂંટણી લડશે. બંને પાર્ટીઓ વચ્ચે બુધવારે ગઠબંધન પર સંમતિ બની. આ હેઠળ દ્રમુક તમિલનાડુમાં 30 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે. કોંગ્રેસને તમિલનાડુની 9 અને પુડ્ડુચેરીની એકમાત્ર સીટ મળી છે. મંગળવારે ગઠબંધનને લઈને દ્રમુક નેતા કનિમોઝી અને તમિલનાડુ કોંગ્રેસ અધ્યક્ષ કેએસ અલાગિરી દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા.

દ્રમુકે તમિલનાડુની તમામ 39 સીટ્સ પર યુપીએથી અલગ થઈને પાછલી લોકસભા ચૂંટણી લડી હતી. તેમાં કોંગ્રેસ અને દ્રમુક કોઈ સીટ નહોતા જીતી શક્યા. આ ચૂંટણીમાં કરૂણાનિધીએ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ અલાયન્સ બનાવીને લોકલ પાર્ટીઓને ભેગી કરી હતી. તેમાં વીસીકે, એમએમકે, આઇયુએમએલ અને પુથિયા તામીઝાગમ સામેલ હતા.

આ પણ વાંચો: વડોદરાના પટેલ યુવાને USમાં બેઠા બેઠા શહીદોના પરિવાર માટે ભેગા કર્યા 6કરોડ

ભાજપ શાસિત એનડીએ અને અન્નાદ્રમુકના નેતાઓની વચ્ચે મંગળવારે બેઠક થઈ હતી. તેમાં અન્નાદ્રમુક એનડીએમાં સામેલ થઈ ગઈ. હવે તામિલનાડુમાં ભાજપ, અન્નાદ્રમુક અને પીએમકે મળીને લોકસભા ચૂંટણી લડશે. ભાજપ તમિલનાડુની 5 અને અન્નાદ્રમુક 27 સીટ્સ પર લોકસભા ચૂંટણી લડશે. 7 સીટ્સ પીએમકેને આપવામાં આવી.

congress indian politics dmk tamil nadu