બિહારમાં NDAમાં સીટોનુ થયું વિભાજન, જાણો કંઈ પાર્ટીને મળી કેટલી સીટો

23 December, 2018 09:42 PM IST  | 

બિહારમાં NDAમાં સીટોનુ થયું વિભાજન, જાણો કંઈ પાર્ટીને મળી કેટલી સીટો

બિહારમા NDAની સીટોનું વિભાજન

બિહારમાં NDAની સીટોનું વિભાજન થઈ ગયું છે. અને દિલ્હી ખાતે  ત્રણે દળો દ્વારા આજે આ વિભાજન જાહેર કરવામાં આવ્યું છે. આ બાદ ભાજપ, જેડીયુ અને લોજપાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમા સીટોના વિભાજનની માહિતી આપી હતી. આ પહેલા રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ અમિત શાહના ઘરે નિતીશ કુમાર અને બિહાર પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પહોંચ્યા હતા. ત્યારબાદ લોજપા સુપ્રીમો રામવિલાસ પાસવાન પણ તેમના પુત્ર ચિરાગ પાસવાન સાથે પહોંચ્યા હતાં.

અમિત શાહે તેમના દિલ્હી ખાતે આવેલા તેમના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી . અમિત શાહે બિહાર NDAમાં કયા દળને કેટલી સીટો મળશે તે માહિતી આપી હતી. એમણે કહ્યું હતું કે ભાજપ અને જેડીયુને 17-17 સીટો આપવામાં આવી છે અને લોજપાને 6 સીટો આપવામાં આવી છે. સંગઠન તરફથી રામવિલાસ પાસવાન રાજ્ય સભા જશે. અમિત શાહે વિશ્વાસ દર્શાવ્યો છે કે 2019માં 2014 કરતા વધારે સીટ જીતશે. જો કે કયું દળ ક્યાથી ચૂંટણી લડશે તેનો નિર્ણય પછીથી લેવાશે. આવનારા દિવસોમાં ચૂંટણી બાબતે રણનીતિ બનાવવામાં આવશે.

 

જણાવી દઈ કે  બિહાર NDAમાં સીટોના વિભાજનનો મામલો પહેલા જ સમેટાઈ ગયો હતો.  અને પ્રેસ કોન્ફરન્સ દ્રારા અમિત શાહે ત્રણેય પક્ષોની સંમતિ જાહેર કરી હતી. જો કે આ કોન્ફરન્સ શનિવારે થવાની હતી જે અન્ય કારણોસર ટાળવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે રામ વિલાસ પાસવાન દિલ્હી પહોંચી શક્યા ન હોતા જેથી રવિવારે તેમની હાજરીમાં સીટોના વિભાજનની ઘોષણા કરવામાં આવી હતી.