સીબીઆઇનો સપાટો : દેશભરનાં 110 ઠેકાણાંઓ પર દરોડા

11 July, 2019 12:12 AM IST  |  નવી દિલ્હી

સીબીઆઇનો સપાટો : દેશભરનાં 110 ઠેકાણાંઓ પર દરોડા

પ્રતીકાત્મક તસવીર

ભ્રષ્ટાચાર વિરુદ્ધ આકરાં પગલાં ભરતાં સીબીઆઇએ સમગ્ર દેશમાં ૧૧૦ ઠેકાણાંઓ પર એક જ સાથે દરોડા પાડ્યા છે. સીબીઆઇએ ભ્રષ્ટાચાર, અપરાધિક મિસકન્ડક્ટ અને હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી વગેરે ગુનાઓ વિરુદ્ધ ૩૦ મામલાઓમાં કેસ દાખલ કર્યા છે. દેશનાં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઇ અત્યારે દરોડા પાડવાના પૂરેપૂરા મૂડમાં છે.

મંગળવારે દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને બિહારમાં સીબીઆઇ દરોડા પાડી રહી છે. આ ઉપરાંત દિલ્હી, ભરતપુર, મુંબઈ, ચંડગઢ, જમ્મુ, શ્રીનગર, પુણે, જયપુર, ગોવા, કાનપુર, રાયપુર, હૈદરાબાદ, મદુરાઈ, કલકત્તા, રાંચી, બોકારો, લખનઉ સિવાયનાં અન્ય કેટલાંક શહેરોનો સમાવેશ થાય છે.
આ અગાઉ સીબીઆઇએ બીજી જુલાઈએ પણ ૧૮ શહેરોમાં ૫૦ ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા. અગાઉ ૬ જુલાઈઅે સીબીઆઇએ સસ્પેન્ડ કરેલા ઇન્કમ ટૅક્સ કમિશનર સંજય કુમાર શ્રીવાસ્તવના નોઅેડાસ્થિત મકાન અને તેની ઑફિસ પર દરોડા પાડ્યા હતા. દરોડા અભિયાન શુક્રવારે સવારે શરૂ કરવામાં આવ્યું હતું અને શનિવાર સુધી દિલ્હી, નોઅેડા અને ગાઝિયાબાદમાં ૧૩ ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા.

૬ જૂને સીબીઆઇએ એક મોટી કાર્યવાહીમાં પૂર્વ આઇઆરએસ અધિકારી સંજય કુમાર શ્રીવાસ્તવ વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટનો મામલો નોંધ્યો હતો. શ્રીવાસ્તવ એ ૧૨ આઇઆરએસ અધિકારીઓમાં સામેલ છે જેને ગયા મહિને અનિવાર્ય રૂપે સેવાનિવૃત્ત‌િ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : ગોવા સરકાર લગ્નના રજિસ્ટ્રેશન પહેલાં HIV ટેસ્ટ ફરજિયાત કરવાની તૈયારીમાં

શ્રીવાસ્તવ પર નોએડામાં આયકર કમિશનર રહ્યા દરમિયાન છેતરપિંડી અને બનાવટનો આરોપ છે. તપાસ એજન્સી અનુસાર ટૅક્સ અપીલ ૧ અને અપીલ ૨ દરમિયાન લગભગ ૧૦૪ આઇટી અપીલ પર નિર્ણય કરાયો.

crime branch new delhi Crime News national news