આલ્કોહૉલથી હાથ ધોવાથી કોરોના ભાગે, તો પીવાથી દૂર થશેઃકૉંગ્રેસી ધારાસભ્ય

02 May, 2020 11:21 AM IST  |  Mumbai Desk | Agencies

આલ્કોહૉલથી હાથ ધોવાથી કોરોના ભાગે, તો પીવાથી દૂર થશેઃકૉંગ્રેસી ધારાસભ્ય

રાજસ્થાન કૉંગ્રેસ

દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે રાજસ્થાનના કૉન્ગ્રેસના ધારાસભ્ય ભરત સિંહ કુંદનપુરે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને પત્ર લખીને દારૂની દુકાનો ખોલવાની અપલી કરી છે, જેને માટે તેમણે દલીલ કરી છે કે કોરોના વાઇરસને આલ્કોહૉલ (સૅનિટાઇઝર)થી ખતમ કરી શકાય છે તો પછી આલ્કોહૉલ પીવાથી નિશ્ચિત રીતે ગળામાંથી વાઇરસને દૂર કરી શકાય છે.

૩૦ એપ્રિલના આ પત્રમાં કુંદનપુરે દારૂની દુકાનો ખોલવાને કારણે આવક થવાનો પણ તર્ક આપ્યો છે. તેમણે લખ્યું છે કે કોવિડ-19ના લૉકડાઉનને કારણે દારૂની દુકાનો બંધ છે. દારૂ બદનામ છે એથી કેન્દ્ર સરકાર દારૂના વેચાણ પર ક્યારેય છૂટ નહીં આપે. દારૂ નહીં મળવાને કારણે ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે અને એને કારણે સરકારને આવકનું નુકસાન થઈ રહ્યું છે, ત્યાં જ લોકોના આરોગ્યને પણ જોખમ છે.

national news rajasthan