છત્તીસગઢ: ભૂપેશ બઘેલ કેબિનેટનું ગઠન, 9 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ

25 December, 2018 02:18 PM IST  |  Chhattisgarh

છત્તીસગઢ: ભૂપેશ બઘેલ કેબિનેટનું ગઠન, 9 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ

છત્તીસગઢ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ (ફાઇલ)

છત્તીસગઢમાં મંગળવારે ભૂપેશ બઘેલ કેબિનેટનું ગઠન થઈ ગયું. રાજ્યપાલ આનંદીબેન પટેલે 9 ધારાસભ્યોને મંત્રીપદના શપથ અપાવ્યા. આ સાથે જ સરકારી મશીનરીના કામકાજમાં ફરી એકવાર તેજી આવશે. સભાસ્થળ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મંત્રીઓએ શપથ લીધા. જાણો કોણ છે આ 9 ધારાસભ્યો જેઓ છત્તીસગઢ કેબિનેટમાં મંત્રીપદ શોભાવશે.

રાજ્યપાલ આનંદીબેન પટેલે મંત્રીઓને શપથ લેવડાવ્યા. (ફાઇલ)


રવીન્દ્ર ચોબે

સૌથી પહેલા રવીન્દ્ર ચોબેએ મંત્રીપદના શપથ લીધા. રવીન્દ્ર ચોબે સાતમી વાર ધારાસભ્ય બન્યા છે. તેઓ સાજા વિધાનસભા સીટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

પ્રેમસાય સિંહ

પ્રતાપપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પ્રેમસાય સિંહે પણ મંત્રીપદના શપથ લીધા. પ્રેમસાય સિંહ આદિવાસી સમાજથી ચૂંટાયા છે. તેમને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવી શકે છે.

મોહમ્મદ અકબર

ધારાસભ્ય મોહમ્મદ અકબરે પણ શપથ લીધા. મોહમ્મદ અકબર કવર્ધા સીટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. મોહમ્મદ અકબરે વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતોથી જીત હાંસલ કરી હતી.

કવાસી લખમા

કોંગ્રેસ ધારાસભ્ય કવાસી લખમાએ મંત્રીપદના શપથ લીધા. તેઓ સુકમા જિલ્લાની કોંટા સીટથી ચૂંટાયા છે. બીજેપી ઉમેદવાર ધનીરામ બારસેને 6 હજાર કરતા વધુ વોટ્સથી હરાવ્યા હતા. કવાસી લખમા ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

શિવકુમાર ડહેરિયા

આરંગથી કોંગ્રેસ ધારાસભ્ય શિવકુમાર ડહેરિયાએ પણ મંત્રીપદના શપથ લીધા. સ્થાનિક વિરોધ પછી તેમને આરંગથી ટિકિટ મળી હતી.

અનિલા ભેડિયા

ડૌંડી લૌહારા સીટથી કોંગ્રેસ ધારાસભ્ય અનિલા ભેડિયાએ પણ મંત્રીપદના શપથ લીધા. તેઓ બીજીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 2013માં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

જયસિંહ અગ્રવાલ

કોરબાથી જયસિંહ અગ્રવાલે પણ મંત્રીપદના શપથ લીધા. તેઓ ત્રીજીવાર ધારસભ્ય તરીકે ચૂંટાયા છે.

ગુરૂરુદ્ર કુમાર

આહિરવારાથી ધારસભ્ય ગુરૂરુદ્ર કુમારે પણ મંત્રીપદના શપથ લીધા. 41 વર્ષના રૂદ્ર ગુરૂએ સ્નાતકની ડિગ્રી હાંસલ કરી છે અને તેમની સંપત્તિ 2.9 કરોડ રૂપિયા છે.

ઉમેશ પટેલ

સ્વ. નંદકુમાર પટેલના દીકરા ઉમેશ પટેલે પણ મંત્રીપદના શપથ લીધા. તેમણે ખરસિયા સીટથી ઓપી ચૌધરીને હરાવ્યા હતા. વર્ષ 2013માં પહેલીવાર ધારસભ્ય તરીકે ચૂંટાયા હતા.

chhattisgarh