Chandrayaan 2: જુઓ ક્યાં પહોંચ્યું ચંદ્રયાન 2, જુઓ Live

22 July, 2019 02:47 PM IST  |  શ્રીહરિકોટા

Chandrayaan 2: જુઓ ક્યાં પહોંચ્યું ચંદ્રયાન 2, જુઓ Live

ભારત માટે ગૌરવની ક્ષણ વધુ એકવાર આવી છે. ફરી એકવાર ભારત અંતરિક્ષમાં પોતાની તાકાત બતાવવા તૈયાર છે. ચંદ્રયાન 2નું લોન્ચિંગ ગત સપ્તાહે ટેક્નિકલ કારણોસર અટક્યું હતું. પરંતુ ઈસરોએ આ ક્ષતિને સુધારી લીધી છે અને સોમવારે ચંદ્રના વારના દિવસે જ ચંદ્ર પર પહોંચવા માટે ભારત તૈયાર છે. ભારતનું ચંદ્રયાન 2 અનેક રીતે ખાસ છે. કારણ કે ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર જવાનું છે. જ્યાં હજી સુધી કોઈ પણ સ્પેસ એજન્સી પહોંચી શકી નથી.

ભારતની આ ગૌરવભરી ક્ષણના તમે પણ સાક્ષી બની શકો છો. ઈસરોના ખાસ મિશનના સાક્ષી બનવા માટે તમે તે લાઈવ જોઈ શકો છો. ઈસરોની વેબસાઈટ અને ઈસરોની યુટ્યુબ ચેનલ પર લાઈવ જોઈ શકો છો. ચંદ્રયાન 2નું લોન્ચિંગ તમે અહીં નીતેની વિન્ડોમાં live જોઈ શકો છો.

 

આ પણ વાંચોઃ Chandrayaan 2:બસના ટાયર પર સુસુ કરે છે વૈજ્ઞાનિકો,જાણો વિચિત્ર માન્યતા 


જીએસએલવી માર્ક ૩ રોકેટ ૬૦૩ કરોડ રૂપિયાના ચન્દ્રયાન-૨ અંતરિક્ષ યાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાં રાખશે. પૃથ્વી અને ચન્દ્રની વચ્ચે લગભગ ૩ લાખ ૮૪ કિમીનું અંતર છે. ત્યાંથી ચન્દ્ર સુધી પહોંચવા માટે લાંબી યાત્રા શરૂ થશે. ચન્દ્રયાન ૨માં લૅન્ડર-વિક્રમ અને રોવર પ્રજ્ઞાન પણ ચન્દ્ર સુધી પહોંચશે. મહત્ત્વની વાત એ છે કે લોન્ચિંગની તારીખ પાછળ ખેંચ્યા બાદ પણ ચન્દ્રયાન-૨ ચન્દ્ર પર નક્કી કરેલી તારીખ ૭ સપ્ટેમ્બરે જ પહોંચશે. આને સમયસર પહોંચાડવાનું કારણ એ છે કે લૅન્ડર અને રોવર નક્કી કરેલા શેડ્યુલથી કામ કરી શકે. સમય બચાવવા માટે ચન્દ્રયાન પૃથ્વીનું એક રાઉન્ડ ઓછું લગાવશે. ચન્દ્રયાન-૨નું લૅન્ડિંગ એવી જગ્યાએ કરવામાં આવશે જ્યાં સૂર્યપ્રકાશ વધારે હોય. પ્રકાશ ૨૧ સપ્ટેમ્બર બાદ ઘટશે. લૅન્ડર અને રોવરે ૧૫ દિવસ કામ કરવાનું છે તેથી સમય પર લૅન્ડિંગ થાય એ ખૂબ જ જરૂરી છે.

isro