Chandrayaan 2: લેન્ડર વિક્રમનું લોકેશન મળ્યું, ઈસરો ચીફે આપી માહિતી

08 September, 2019 02:28 PM IST  |  શ્રીહરિકોટા

Chandrayaan 2: લેન્ડર વિક્રમનું લોકેશન મળ્યું, ઈસરો ચીફે આપી માહિતી

લેન્ડર વિક્રમનું લોકેશન મળ્યું, ઈસરો ચીફે આપી માહિતી

ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમનો જેનો સાથે સંપર્ક તૂટી ગયો હતો તેના લોકેશન વિશે જાણકારી મળી ગઈ છે. જેની જાણકારી કે. સિવને આપી છે. તેમણે જણાવ્યું કે ઑર્બિટરથી જે થર્મલ તસવીરો મળી છે. તેનાથી વિક્રમ લેન્ડર વિશે માહિતી મળી છે. જો કે, અત્યાર સુધી વિક્રમ સાથે સંપર્ક નથી સાધી શકાયો. તેમણે કહ્યું કે અમે વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પુરો પ્રયાસ કરી રહ્યા છે, જલ્દી જ અમે તેની સાથે સંપર્ક સાધી લેશું. ચંદ્રયાન-2ના ઑર્બિટરમાં જે ઑપ્ટિકલ હાઈ રિઝ્યોલ્યૂશ કેમેરા લાગ્યો છે તેના માધ્યમથી જ વિક્રમ લેન્ડરની તસવીર સામે આવી છે.


ઈસરો હવે એ જાણવાનો પ્રયાસ કરશે કે શું વિક્રમમાં કોઈ પણ પ્રકારની ટેક્નિકલ ખામી થઈ જેના કારણે તેની સાથેનો સંપર્ક તૂટ્યો કે પછી અન્ય કોઈ કારણ હતું. અત્યાર સુધી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે વિક્રમ કોઈ ખાડામાં તો નથી ને. પરંતુ કે. સિવને આપેલા આ જાણકારીથી નવી આશાઓ જાગી છે.  


isro national news