Chandrayaan-2:ISROએ જાહેર કરી ઑર્બિટરથી લેવાયેલી ચંદ્રની ખૂબસુરત તસવીરો

05 October, 2019 09:49 AM IST  |  મુંબઈ

Chandrayaan-2:ISROએ જાહેર કરી ઑર્બિટરથી લેવાયેલી ચંદ્રની ખૂબસુરત તસવીરો

ઈસરોએ લીધી ચંંદ્રની તસવીરો

ભારતના ઐતિહાસિક ચંદ્ર મિશન Chandrayaan-2ની બેહદ ખૂબસુરત તસવીરો સામે આવી છે. ઈસરોએ ચંદ્રયાન-2ના ઑર્બિટરમાં લાગેલા હાઈ રિઝોલ્યૂશન કેમેરાની મદદથી લેવામાં આવેલી ચંદ્રની સપાટી અને અન્ય કેટલીક મિશન સાથે જોડાયેલી તસવીરો શેર કરવામાં આવી છે.

જણાવી દઈએ કે 22 જુલાઈ 2019ના લૉન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ભારતને ચંદ્રને દક્ષિણી સપાટી પર વિક્રમનું સૉફ્ટ લેન્ડિંગ કરાવવાનું હતું. જો કે, અંતિમ ક્ષણોમાં લેન્ડરની ગતિ નિયંત્રિત ન થવાના કારણે તે રસ્તો ભટકી ગયું અને ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગની સપાટી પર તેનું હાર્ડ લેન્ડિંગ થયું. તે પણ પોતાના નિર્ધારિત સ્થાનથી 600 મીટર દૂર. જે બાદ લેન્ડર સાથે ન તો સંપર્ક સ્થાપી શકાયો અને ન તો તેણે કાંઈ કામ કર્યું. જો કે ચંદ્રયાન-2નું ઑર્બિટર પર સારી રીતે કામ કરી રહ્યું છે અને તેની તસવીરો પણ મોકલી રહ્યું છે.

જુઓ ઈસરોએ જાહેર કરી ચંદ્રયાન-2ની તસવીરો...

ઈસરો દ્વારા જાહેર કરવામાં આવેલી આ તસવીર ઑર્બિટરના હાઈ રિઝોલ્યૂશન કેમેરાથી લેવામાં આવી છે. આ કેમેરા ચંદ્રમાની સપાટી પર હાઈ રિઝોલ્યૂશન કેમેરાથી તસવીરો ખેંચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

ચંદ્રયાન-2ના ઑર્બિટર સાથે નાસાના લૂનર યાને પણ એ જગ્યાની તસવીરો લીધી છે. જ્યાં સુધી લેન્ડર વિક્રમ પર સૉફ્ટ લેન્ડિંગ કરવાનું હતું.

ઈસરોએ જાહેર કરવામાં આવેલી ચંદ્રની સપાટીની આ તસવીરોમાં નાના મોટા તમામ ખાડાઓ જોવા મળી રહ્યા છે. આ તસવીરે 5 સપ્ટેમ્બરે લેવામાં આવી હતી.

ભારતના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ના લૅન્ડર વિક્રમનું ભલે સોફ્ટ લૅન્ડિંગ ન થઈ શક્યું હોય, પણ ચંદ્રની ભ્રમણકક્ષામાં ભ્રમણ કરી રહેલા ઑર્બિટરે કમાલ કરી બતાવી છે. આ ઑર્બિટરે ચંદ્રની સપાટી પર કેટલીક અત્યંત કીમતી અને મહત્ત્વની ધાતુઓ શોધી કાઢી છે.

ઈસરોએ જણાવ્યું છે કે ઑર્બિટરે વર્તમાન ૮ પેલોડે કેટલાંક તત્ત્વોને લઈને મહત્વની જાણકારી આપી છે. ઑર્બિટર ‘જિયોનેલ’ કે પૃથ્વીના મેગ્નેટોસ્કિયરના ભાગથી પસાર થતા આવેશિત કણના અસમાન ઘનત્ત્વની જાણકારી મળી છે. મેગ્નેટોસ્કિયર પૃથ્વીની આસપાસ અવકાશમાં એક વિસ્તાર છે જ્યાં પૃથ્વીના ચૂંબકીય ક્ષેત્ર સૂર્ય દ્વારા રહેલા ઊર્જા કણોને અસર પહોંચાડે છે.
ઇસરોએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે દર ૨૯ દિવસે ચંદ્ર લગભગ ૬ દિવસ માટે જિયોટેલ પાસેથી પસાર થાય છે. કારણ કે ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં છે માટે તેને પણ આ તક સાંપડી છે. જેથી તેની ભ્રમણ કક્ષામાં લાગેલાં ઉપકરણોએ જિયોટેલના ગુણોનો અભ્યાસ કર્યો છે. આ દરમ્યાન ઑર્બિટરને કેટલાંક મહત્ત્વનાં તત્ત્વો હાથ લાગ્યાં છે. ઑર્બિટરના વિશેષ ઉપકરણ ક્લાસે તેમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે.

isro national news