ચંદ્રની કક્ષામાં દાખલ થયું Chandrayaan 2, મુશ્કેલ તબક્કો પડ્યો પાર

20 August, 2019 10:44 AM IST  |  નવી દિલ્હી

ચંદ્રની કક્ષામાં દાખલ થયું Chandrayaan 2, મુશ્કેલ તબક્કો પડ્યો પાર

ચંદ્રની કક્ષામાં દાખલ થયું Chandrayaan 2

પોતાના લૉન્ચિંગના 29 દિવસો બાદ ચંદ્રયાન-2 મંગળવારે સવારે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશી ગયું. ચંદ્રયાન 2 સાત સપ્ટેમ્બરે ચંદ્રમા પર લેન્ડ કરશે, એ પહેલા ઈસરોની આ સિદ્ધી માઈલ સ્ટોન સમાન છે. ચંદ્રયાન 2 22 જુલાઈના દિવસે આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઈસરોના સૌથી ભારે રોકેટ જીએસએલવી-માર્ક 3(બાહુબલી)ની મદદથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું.


ઓછી કરવામાં આવી ઝડપ
વૈજ્ઞાનિકોએ ચંદ્રમામાં પ્રવેશ કરવા માટે તેના ગુરૂત્વાકર્ષણ પ્રભાવમાં પહોંચવા માટે ચંદ્રયાનની ગતિ ઓછી કરી હતી. આ દરમિયાન તમામ કમાન્ડ પર્ફેક્ટ આપવામાં આવ્યા. વૈજ્ઞાનિકોનું માનીએ તો આ સમયે થયેલી એક નાનકડી ભૂલ યાનને અનિયંત્રિત કરી શકતી હતી. આ ખૂબ જ મુશ્કેલ હતું, જેને ચંદ્રયાન-2 એ સફળતાપૂર્વક પાર પાડ્યું.

ફરી એક વાર શરૂ થશે કક્ષામાં ફેરફારની પ્રક્રિયા
ઈસરોના વૈજ્ઞાનિકોનું માનીએ તો ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ યાન 31 ઑગસ્ટ સુધી ચંદ્રમાની કક્ષાની પરિક્રમા કરશે. આ દરમિયાન ફરી એક વાર કક્ષામાં ફેરફારની પ્રક્રિયા શરૂ થશે. અને સાત સપ્ટેમ્બરે ચંદ્રયાન ચંદ્રના દક્ષિણીય ધ્રુવ પર લેન્ડ કરશે જ્યા અત્યાર સુધી કોઈ માનવ નિર્મિત યાન નથી ઉતર્યું.

indian space research organisation national news