ચંદ્રાબાબુ નાયડુએ ભાડે લીધી 1.12 કરોડની 2 ટ્રેન, રેલી માટે લવાશે લોકો

09 February, 2019 04:56 PM IST  | 

ચંદ્રાબાબુ નાયડુએ ભાડે લીધી 1.12 કરોડની 2 ટ્રેન, રેલી માટે લવાશે લોકો

કોના બાપની ... ?

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુની સરકારે 2 ટ્રેન ભાડે કરી છે. આ માટે આંધ્રપ્રદેશની સરકાર 1.12 કરોડ રૂપિયા ભાડુ ચૂકવી રહી છે. ચંદ્રાબાબુ નાયડુ દિલ્હીમાં 11 ફેબ્રુઆરીએ એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં ભીડ ભેગી કરવા માટે આંધ્રપ્રદેશની સરકારે કરોડો રૂપિયા ખર્ચીને બે ટ્રેન ભાડે લીધી છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે સાઉથ સેન્ટ્રલ રેલવે પાસેથી 20-20 કમ્પાર્ટમેન્ટવાળી 2 ટ્રેન ભાડે લીધી છે. આ બંને ટ્રેનમાં અનંતપુર અને શ્રીકાકુલમથી ચંદ્રાબાબુની પાર્ટીના નેતાઓ નેતાઓ, સંગઠનો, NGO અને બીજા સહયોગીયોને દિલ્હી લઈ જવામાં આવશે. 11 ફેબ્રુઆરીની એક દિવસી દીક્ષા રેલીમાં તમામ લોકો ભાગ લે તે માટે આ ટ્રેન ભાડે કરવામાં આવે છે. ભાડે લેવાયેલી ટ્રેન રવિવારે સવારે 10 વાગે દિલ્હી પહોંચશે.

આ પણ વાંચોઃ ડીમૉનેટાઇઝેશનના હિમાયતી ચંદ્રબાબુ નાયડુ હવે એકાએક વિરોધી બની ગયા

ઉલ્લેખનીય છે કે NDA સાથે છેડો ફાડ્યા બાદ ચંદ્રાબાબુ નાયડુ સતત પીએમ મોદી અને ભાજપનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની ના પાડી હોવાને કારણે આ વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. નાયડુનો આરોપ છે કે કેન્દ્ર સરકાર આપેલા વાયદા પૂરા નથી કરી શકી.

n chandrababu naidu