ભારતે પિનાકા ગાઇડેડ રૉકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું

21 December, 2019 02:10 PM IST  |  Chandipur

ભારતે પિનાકા ગાઇડેડ રૉકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું

પિનાકા ગાઇડેડ રૉકેટ

ભારતીય સૈન્ય દુશ્મન દેશોના કોઈ પણ પ્રકારના હુમલાનો જવાબ આપવા સક્ષમ છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(ડીઆરડીઓ)એ ઓડિશાના ચાંદીપુરથી ગાઇડેડ પિનાકા રૉકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

આ પહેલાં પિનાકા રૉકેટમાં ગાઇડલાઇન સિસ્ટમ હતી નહીં. હવે પિનાકાને એડવાન્સ ગાઇડલાઇન સિસ્ટમયુક્ત કરાઈ છે. આ માટે હૈદરાબાદ રિસર્ચ સેન્ટરે દિશા નિર્દેશન અને નિયંત્રણ કીટ વિકસિત કરી છે. સૂત્રોના કહેવા અનુસાર આ ફેરફારથી પિનાકા મિસાઇલની ટાર્ગેટ ક્ષમતા ધારદાર અને ચોક્કસ બની છે. આ પહેલાં પિનાકાની ટાર્ગેટ ક્ષમતા ૪૦ કિલોમીટર હતી, જે હવે વધીને ૭૫ કિલોમીટર થઈ ગઈ છે.

national news