મહારાષ્ટ્રના પ્રધાન દિલીપ કાંબળે સામે 1.92 crની છેતરપિંડીની ફરિયાદ કરાઈ

29 March, 2019 11:24 AM IST  |  | ચૈત્રાલી દેશમુખ

મહારાષ્ટ્રના પ્રધાન દિલીપ કાંબળે સામે 1.92 crની છેતરપિંડીની ફરિયાદ કરાઈ

ફાઈલ ફોટો

મહારાષ્ટ્રના સામાજિક ન્યાયપ્રધાન દિલીપ કાંબળે ઉપરાંત ત્રણ વ્યક્તિઓ સામે ઔરંગાબાદના એક વેપારીએ ૧.૯૨ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં નોંધાવી હતી. ફરિયાદ દાખલ કરાવવા માટે વેપારીએ અગાઉ ઘણી વખત પોલીસ-સ્ટેશનના ધક્કા ખાધા હતા, પણ પોલીસે દિલીપ કાંબળે વિરુદ્ધ ફરિયાદ લીધી નહોતી. કોર્ટના આદેશ બાદ સિડકો પોલીસે દિલીપ કાંબળે અને અન્ય ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ લિકર લાઇસન્સ અને પરમિટ અપાવવાના નામે ૧.૯૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધી હતી. જોકે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો : મુંબઈ: સતર્ક પાડોશીઓએ પથારીવશ વૃદ્ધ અને નાની બાળકીનો જીવ બચાવ્યો

ઔરંગાબાદમાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરવા માટે દિલીપ કાંબળેના કોઈ જાણીતાએ મને લાઇસન્સ અપાવવાનું આશ્વાસન આપ્યું હતું એમ જણાવીને ફરિયાદી વેપારી દાદારાવ ચવાણે કહ્યું હતું કે ‘મુંબઈનું લાઇસન્સ ટ્રાન્સફર કરવા માટે પુણેની એક હોટેલમાં એ વ્યક્તિએ મારી ઓળખ મિનિસ્ટર સાથે કરાવી હતી જ્યાં મેં તેમને ૨.૧૫ કરોડ રૂપિયા આપ્યા હતા. આ પહેલાં મેં તેમને ૧.૯૨ લાખ રૂપિયા ઍડ્વાન્સ આપ્યા હતા. દિલીપ કાંબળેના ઘરે મેં હજી એક હપ્તો આપ્યો હતો. છતાં મને લાઇસન્સ ન મળ્યું અને મારા પૈસા પણ પાછા મળ્યા નહીં. ઔરંગાબાદ પોલીસમાં હું ફરિયાદ નોંધાવવા ગયો, પણ તેમણે મારી ફરિયાદ લીધી નહોતી.’

aurangabad Crime News pune news