કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણયઃ પોક્સો એક્ટમાં હવે મોતની સજા થશે

12 July, 2019 09:39 AM IST  |  નવી દિલ્હી

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણયઃ પોક્સો એક્ટમાં હવે મોતની સજા થશે

પ્રતીકાત્મક તસવીર

વધતી જતી બાળ યૌનશોષણની ઘટનાઓ પર કાબૂ મેળવવા કેન્દ્ર સરકારે આજે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધ સેક્સ કરનારને ફાંસીની સજાનો ઉમેરો કરીને પોક્સોના કાયદાને વધુ કડક બનાવ્યો હતો.

ઉપરાંત બાળકો પર ગુજારવામાં આવતા અત્યાચાર બદલ પણ નિયમો વધુ કડક બનાવ્યા હતા, એમ અધિકારીઓએ કહ્યું હતું. પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સયુઅલ ઓફેન્સ એટલે કે પોક્સોમાં નવા ફેરફારની દરખાસ્તમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને ડામવા ભારે દંડ અને કડકમાં કડક સજાની પણ જોગવાઈ કરાઈ હતી.

કાયદામાં કરાયેલા સુધારાથી દેશમાં વધતાં જતાં બાળકોનાં યૌનશોષણ સામે કડક પગલાં માટેની જરૂરિયાતને પણ પૂરી કરાઈ હતી. ઉપરાંત પ્રમાણમાં નવા પ્રકારના અપરાધને પણ નિયંત્રિત કરી શકાશે, એમ સરકારે કહીને ઉમેર્યું હતું કે સખત સજાની જોગવાઈથી આવા અપરાધ પર કાબૂ મેળળી શકાશે. ખરાબ સમયમાં સંભવિત બાળકોનાં હિતને બચાવવાનો નવા કાયદાનો હેતુ છે અને સાથે-સાથે બાળકોના આત્મસન્માન અને તેમની રક્ષાની પણ ખાતરી કરી શકાશે.

આ પણ વાંચો : PNB કેસમાં EDએ મેહુલ ચોક્સીની 24 કરોડની સંપત્તિ જપ્ત કરી

એક નિવેદનમાં સરકારે કહ્યું હતું કે ‘પોક્સો ધારા, ૨૦૧૨ની કલમ ૨, ૪, ૫, ૬, ૯, ૧૪, ૧૫, ૩૪, ૪૨ અને ૪૫માં કરાયેલા સુધારાનો ઇરાદો અયોગ્ય રીતે બાળકો સાથે કરાતા સેક્સને રોકવાનો છે. કલમ ૪, ૫ અને ૬માં બાળકો પર સેક્સયુઅલ હુમલા અને બળજબરીથી કરાતા સેક્સ મૃત્યુદંડ સહિત સખતમાં સખત સજાનો વિકલ્પ પૂરો પાડવાનો છે’ એમ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. ઉપરાંત ચાઇલ્ડ પોર્નોગ્રાફીની સમસ્યા પર રોક લગાવવા પોક્સોની કલમ ૧૪ અને ૧૫માં પણ સુધારો કરવાની દરખાસ્ત મુકાઈ હતી.

national news