ગ્રાહકોને ખિસ્સામાં પૈસા જેટલો મળી શકશે LPG ગેસ, સરકારે આપ્યો વિકલ્પ

05 February, 2019 03:00 PM IST  | 

ગ્રાહકોને ખિસ્સામાં પૈસા જેટલો મળી શકશે LPG ગેસ, સરકારે આપ્યો વિકલ્પ

સિલિન્ડર માટે 800-900 રૂપિયા જ ચૂકવવા જરૂરી નહી

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના કારણે દેશના મહત્તમ ગરીબ લોકોના ઘરમાં LPG ગેસ કનેક્શન પહોંચ્યું છે. પરંતુ LPG સિલિન્ડર માટે 800-900 રૂપિયા ચૂકવવા ગરીબો માટે એક મોટી સમસ્યા છે. આ માટે સરકાર ગેસ એજન્સીઓ સાથે વાત કરીને સમસ્યાનું નિવારણ લાવવા પ્રયત્ન કરી રહી છે. હાલમાં જ ટાટા ઈનોવેશન દ્વારા એક સારો વિકલ્પ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગ્રાહક તેની જરૂરિયાતનાં પ્રમાણમાં ગેસ ખરીદી શકશે. જો આમ થશે તો ગ્રાહકો તેમનાં ખિસ્સામાં રહેલા રુપિયાનાં હિસાબે ગેસ ખરીદી શકશે. 800-900 રૂપિયા જ ચૂકવવા જરૂરી નહી બને.

અત્યારે 14.2 કિલો અને 5 કિલો એમ બે પ્રકારના ગેસ સિલિન્ડર મળી રહ્યાં છે. જો આ યોજના સફળ રહેશે તો ગ્રાહકો તેમની જરૂરિયાત પ્રમાણે ગેસની ખરીદી કરશે. આ વિશે જાણકારી આપતા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, ટાટા ઈનોવેશનના પ્રોત્સાહનથી ભુવનેશ્વરના IITના વિદ્યાર્થીઓએ એવી ટેક્નીક વિકસાવી છે જેમાં ગ્રાહકો તેમની જરૂરિયાત જેટલો ગેસ મેળવી શકશે. જો કે તેલ કંપનીઓ પર નિર્ભર રહેશે કે આ ટેક્નીકને તે અપનાવે છે કે નહીં અને જો આમ થશે તો ઉજ્જવલા યોજના માટે એક મોટી અને સારી વાત રહેશે.

 

આ પણ વાંચો: CBIની સામે રજૂ થાય પોલીસ કમિશનર, નહીં થાય ધરપકડ: SC

 

મહત્વનું એ છે આ ટેક્નીક વાપરવા માટે કોઈ પણ જાતના ખાસ સિલિન્ડર બનાવવાની જરૂર નહીં પડે. હાલ વપરાશમાં આવી રહેલા સિલિન્ડરમાં જ આ ટેક્નીકનો ઉપયોગ કરી ગેસ ભરી શકાશે.