રંજન ગોગોઈએ આગામી સીજેઆઇ માટે એસ. એ. બોબડેના નામની ભલામણ કરી

19 October, 2019 12:40 PM IST  |  નવી દિલ્હી

રંજન ગોગોઈએ આગામી સીજેઆઇ માટે એસ. એ. બોબડેના નામની ભલામણ કરી

રંજન ગોગોઈ અને એસ. એ. બોબડે

ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ આવતા મહિને નિવૃત્ત થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ રંજન ગોગોઈએ શરદ અરવિંદ બોબડેના નામની ભલામણ કરી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ આગામી ચીફ જસ્ટિસ માટે કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો છે.

વર્તમાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ૧૭ નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. ન્યાયિક પ્રક્રિયા અનુસાર વર્તમાન મુખ્ય ન્યાયાધીશ જ આગામી સીજેઆઇના નામની ભલામણ કરે છે. જસ્ટિસ બોબડે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ૧૮ નવેમ્બરે શપથ ગ્રહણ કરશે. જસ્ટિસ બોબડે ૪૭મા મુખ્ય ન્યાયાધીશ બનશે. જસ્ટિસ બોબડે ૨૩ એપ્રિલ, ૨૦૨૧ સુધી મુખ્ય ન્યાયાધીશ રહેશે.

જસ્ટિસ બોબડે સુપ્રીમ કોર્ટના જજ છે અને સાથોસાથ મહારાષ્ટ્ર નૅશનલ લૉ યુનિવર્સિટી, મુંબઈ અને મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી નાગપુરના ચાન્સેલર પણ છે. તેમનો જન્મ ૧૯૫૬ની ૨૪ એપ્રિલે નાગપુરમાં થયો હતો.

national news supreme court