CBIએ બોફોર્સ કેસની તપાસ માટે કરેલી અરજી પાછી ખેંચી, 6 જુલાઈએ સુનાવણી

16 May, 2019 03:34 PM IST  |  નવી દિલ્હી

CBIએ બોફોર્સ કેસની તપાસ માટે કરેલી અરજી પાછી ખેંચી, 6 જુલાઈએ સુનાવણી

બોફોર્સ કેસને લઈને મહત્વના સમાચાર

સીબીઆઈએ દિલ્હીની અદાલતમાં બોફોર્સ મામલાની તપાસ માટે આપેલું પોતાનું આવેદન પાછું લઈ લીધું છે. CBIએ રાજનૈતિક રૂપથી સંવેદનશીલ 64 કરોડ રૂપિયાના બોફોર્સ કાંડ મામલે આગળ તપાસની અનુમતિ માંગી છે.

ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ નવીન કુમાર કશ્પયને કહેવામાં આવ્યું કે સીબીઆઈ પોતાની અરજી પાછી લેવા માંગે છે. આ પહેલા સીબીઆઈએ મામલાની આગળ તપાસ કરવાની મંજૂરી માંગવા માટે ટ્રાયલ કોર્ટ પાસે ગયા હતા. સીબીઆઈએ કહ્યું કે તપાસની મંજૂરી તેઓ એટલા માટે માંગી રહ્યા છે કારણ કે તેમની પાસે આ મામલાને લઈને તાજી સામગ્રી અને પુરાવાઓ છે.

સીબીઆઈએ અદાલતમાં કહ્યું કે આગળની કાર્રવાઈ મામલે નિર્ણય તેઓ લેશે અને હાલમાં તેઓ અરજી પાછી ખેંચવા માંગીએ છે. ખાનગી અરજી કરનાર અજય અગ્રવાલ પણ બોફોર્સ મામલે આગળની તપાસ માટે પોતાની અરજી પાછી લેવા માંગે છે.

national news