ચંદા કોચર વિરુદ્ધ FIR નોંધનાર સીબીઆઇ ઓફિસરની થઈ ટ્રાન્સફર

27 January, 2019 11:03 AM IST  |  નવી દિલ્હી

ચંદા કોચર વિરુદ્ધ FIR નોંધનાર સીબીઆઇ ઓફિસરની થઈ ટ્રાન્સફર

ચંદા કોચર (ફાઇલ)

આઇસીઆઇસીઆઇ બેંકની પૂર્વ સીઇઓ ચંદા કોચર વિરુદ્ધ એફઆઇઆર નોંધનારા સીબીઆઇ ઓફિસપ સુધાંશુ ધર મિશ્રાની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. સીબીઆઇએ કોચર વિરુદ્ધ આ કાર્યવાહી 22 જાન્યુઆરીના રોજ કરી હતી. બેંકિંગ સિક્યોરિટી એન્ડ ફ્રોડ સેલ (બીએસએફસી)માં એસપી સુધાંશુને રાંચીમાં સીબીઆઇની ઇકોનોમિક ઓફેન્સ બ્રાન્ચ (આર્થિક અપરાધ શાખા)માં મોકલી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ વિશ્વજીત દાસને આ કેસની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા દાસ કોલકાતામાં સીબીઆઇની ઇકોનોમિક ઓફેન્સ બ્રાન્ચમાં એસપી હતા.

ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ 3250 કરોડ રૂપિયાની લોનના મામલે ચંદા કોચર ઉપરાંત તેમના પતિ દીપક કોચર અને વીડિયોકૉન ગ્રુપના એમડી વેણુગોપાલ ધૂત વિરુદ્ધ પણ એફઆઇઆર નોંધી હતી. એજન્સીએ વીડિયોકૉન કંપનીની મુંબઈ-ઔરંગાબાદ ઓફિસ અને દીપક કોચરના ઠેકાણાઓ પર દરોડા પણ પાડ્યા હતા.

આ પણ વાંચો: વીડિયોકોન અને ચંદા કોચરના પતિની ઓફિસ પર CBIના દરોડા, લોન મામલે નોંધાઈ FIR

વીડિયોકૉન ગ્રુપને આઇસીઆઇસીઆઇ બેંક તરફથી 2012માં આપવામાં આવેલી લોન અને તેના ન્યુપાવર રિન્યુએબલ્સની સાથે લેવડ-દેવડના મામલે સીબીઆઇએ કાર્યવાહી કરી હતી. ન્યુપાવર દીપક કોચરની કંપની છે.

national news icici bank