બિપિન રાવત દેશના સૌપ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બન્યા

02 January, 2020 01:43 PM IST  |  New Delhi

બિપિન રાવત દેશના સૌપ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બન્યા

બિપિન રાવત

ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ બિપિન રાવતે બુધવારથી દેશના સંરક્ષણની ત્રણેય પાંખ - ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના સંયુક્ત વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. જનરલ બિપિન રાવત બુધવારથી દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બની ગયા છે. રાષ્ટ્રીય પાટનગરમાં રાષ્ટ્રીય શહીદ સ્મારક ખાતે એમને સેનાની ત્રણેય પાંખ તરફથી ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું અને સીડીએસ જનરલ રાવતે એ સમ્માનનું અભિવાદન કર્યું હતું.

આ પણ વાંચો : યુપીમાં યોગી સરકારનો સપાટો : પીએફઆઇના 25 સભ્યોની ધરપકડ

બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં જનરલ રાવતે કહ્યું કે ‘સીડીએસ સેનાની ત્રણેય પાંખ પર નિયંત્રણ રાખશે, ત્રણેય પાંખ સાથે એ નિષ્પક્ષ રહેશે. અમે ત્રણેય સેનાને જોડીને ત્રણ નહીં, પણ પાંચ કે સાત બનાવીશું. સીડીએસને આ કામગીરી સોંપવામાં આવી છે. અમે એક ટીમ તરીકે કામ કરીશું અને ત્રણેય સેના સાથે મળીને કામગીરી બજાવે એનું ધ્યાન રાખીશું.’ જનરલ રાવતે પદભાર સંભાળ્યા બાદ કહ્યું કે ‘સીડીએસ તરીકે મને એક મહત્ત્વપૂર્ણ કામગીરી સોંપવામાં આવી છે. ત્રણેય સેનાઓએ સાથે મળીને કામ કરવાનું છે. અમે એક એવી ટીમની જેમ કામ કરીશું જે ૧+૧+૧+ બરાબર ૩ નહીં, પણ ૫ અને ૭ હશે.’ તેમના રાજકીય નમતા વલણ અંગે પણ રાવતે કહ્યું કે અમે સત્તામાં હાજર સરકારના આદેશો પર કામ કરીએ છીએ, પણ રાજકારણથી જેટલું બને તેમ દૂર રહીએ છીએ.

રાજકારણથી દૂર રહી, સરકારના આદેશનું પાલન કરીએ છીએ

indian army national news