મમતા પહેલા પણ ઘણા મામલે રાજ્ય સરકારે CBI તપાસમાં ઊભા કર્યા છે વિઘ્નો

05 February, 2019 12:31 PM IST  | 

મમતા પહેલા પણ ઘણા મામલે રાજ્ય સરકારે CBI તપાસમાં ઊભા કર્યા છે વિઘ્નો

ફાઇલ ફોટો

પશ્ચિમ બંગાળમાં સીબીઆઇ પર ચાલી રહેલા ઘમાસાણે હવે સંપૂર્ણ રીતે રાજકીય રૂપ લઈ લીધું છે. સુપ્રીમ કોર્ટ પણ તેને લઈને સક્રિય અને ગંભીર તો થઈ છે પરંતુ સોમવારે મામલાની સુનાવણી દરમિયાન પણ કંઇ ખાસ સામે ન આવ્યું. હાલ મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે સીબીઆઇ પોલીસ કમિશ્નરની ધરપકડ ન કરી શકે. સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી અને પોલીસ કમિશ્નરને નોટિસ ઓફ કન્ટેમ્પ્ટ પણ જાહેર કર્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કરી દીધું છે કે કેન્દ્ર આ મામલે મૌન ન રહી શકે. બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ મામલે ન તો પીછેહઠ કરશે અને ન તો તે કોઈ સમાધાન કરશે.

આ દરમિયાન સૌથી મોટી તલવાર કોલકાતા પોલીસ કમિશ્નર પર લટકેલી છે. કેન્દ્ર અને રાજ્યની આ લડાઈનું નુકસાન ભોગવવું પડી શકે છે. તેના એક નહીં ઘણા કારણો છે. પહેલું કારણ તો એ છે કે પોલીસ કમિશ્નર રાજીવ કુમારને એસઆઇટી હેઠળ શારદા કૌભાંડની તપાસ સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે કેટલાક પુરાવાઓ પણ ભેગા કર્યા હતા જે કથિત રીતે આજે પણ તેમની પાસે છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના આદેશ પર જ શારદા ચિટફંડ કૌભાંડની તપાસ સીબીઆઇ કરી રહી છે. આ મામલાની તપાસ 2013થી જ ચાલી રહી છે. તેને લઈને રાજ્ય સરકાર પાસેથી સંમતિ લેવામાં આવી ચૂકી છે.

જ્યાં સુધી સીબીઆઇની વાત છે તો તેના પર હંમેશાંથી જ વિપક્ષીય પાર્ટીઓ બૂમો પાડતી રહી છે. હંમેશાં સીબીઆઇને કેન્દ્રની કઠપૂતળી જણાવવામાં આવે છે. એટલે પશ્ચિમ બંગાળમાં સીબીઆઇ પર રાર કોઈ નવો કે પહેલો મામલો નથી. જાણો આવા કેટલાક મામલાઓ. 

- તાજ કોરિડોર મામલે પણ સીબીઆઇ પર રાર જોવા મળી હતી. તાજ કોરિડોર અને આવકથી વધુ સંપત્તિના મામલે સીબીઆઇએ 6 એપ્રિલ, 2004ના રોજ માયાવતી અને નસીમુદ્દીન સિદ્દીકી અને તત્કાલીન મુખ્ય સચિવ પીએસ પુનિયા તેમજ ડીએસ બગ્ગાના ઘરો પર દરોડા પાડ્યા. માયાવતીએ તત્કાલીન સીબીઆઇ ડીઆઇજી પી. નીરજ નયન પર આરોપ લગાવ્યા. સુપ્રીમ કોર્ટે સીબીઆઇ ડીઆઇજીનું જ કહેવું માન્યું અને માયાવતી દ્વારા તેમને હટાવવાની માંગને રદિયો આપી દેવામાં આવ્યો. ડીઆઇજી મમતા બેનર્જીના પ્રમુખ ગૃહ સચિવ પણ રહ્યા. માયાવતીએ ભાજપ પર રાજકીય બદલાનો આરોપ લગાવ્યો. આ મામલો રદ થયા પછી તેમની લોકપ્રિયતા વધી. ઉત્તરપ્રદેશમાં 2007માં પૂર્ણ બહુમતની સરકાર બનાવી.

- ચારા કૌભાંડ વખતે પણ સીબીઆઇની તપાસ અને કાર્યવાહીને લઇને બિહાર સરકારનું સખ્ત વલણ સામે આવ્યું હતું. વર્ષ 1997માં 950 કરોડના ચારા કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ વિરુદ્ધ ધરપકડ વોરંટ પર અમલ મામલે સીબીઆઇ અને બિહાર સરકાર વચ્ચે ઠની ગઈ હતી. આ માટે સીબીઆઇએ મુખ્ય સચિવ અને ડીજીપી પાસે મદદ માંગી, પરંતુ તેમણે સહયોગ ન કર્યો. ત્યારબાદ સીબીઆઇને આના માટે સેનાને પત્ર લખીને એક કંપની ઉપલબ્ધ કરાવવાની માંગ સુદ્ધાં કરવી પડી હતી. ત્યારબાદ આ મામલે લાલુપ્રસાદ યાદવને સજા પણ થઈ.

- કોલસા ફાળવણી મામલે પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા પર પદનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. સીબીઆઇએ 6 નવેમ્બર, 2009ના રોજ દરોડા પાડ્યા હતા. આ મામલે નીચલી કોર્ટે કોડાને દોષી કરાર આપ્યો છે. ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર થયા બાદ પત્ની ગીતા કોડા પશ્ચિમ સિંહભૂમથી 2009 અને 2014માં ભારત સમાનતા પાર્ટીની ધારાસભ્ય બની.

- સીબીઆઇએ આવકથી વધુ સંપત્તિના મામલે 12 ડિસેમ્બર 2018ના રોજ પૂર્વ મંત્રી બંધુ તિર્કીની ધરપકડ કરી હતી. વિપક્ષે સીબીઆઇના દુરુપયોગનો આરોપ લગાવીને રાંચીમાં મોટાપાયે પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: CBIની સામે રજૂ થાય પોલીસ કમિશનર, નહીં થાય ધરપકડ: SC

- વર્ષ 2016માં ઉત્તરાખંડના તત્કાલીન મુખ્યમંત્રી હરીશ રાવત વિરુદ્ધ એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ કથિત સ્ટિંગની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી, જેના પર કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. તેની તપાસ સીબીઆઇ પાસે કરાવવાને લઇને પણ ઘણો હોબાળો થયો હતો. હરીશ રાવતને આ મામલે પોતાનો પક્ષ રાખવા માટે 24 મે, 2016ના રોજ સીબીઆઇ હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની લાંબી પૂછપરછ કરવામાં આવી. પણ ત્યારબાદ મામલો સાવ ઠંડો પડી ગયો. પરંતુ આ મામલો સામે આવ્યા પછી રાજ્યમાં કોંગ્રેસની જબરદસ્ત હાર થઈ.

mamata banerjee central bureau of investigation