રાજનાથ સિંહે સ્વદેશી યુદ્ધવિમાન તેજસમાં ઉડાન ભરી ઇતિહાસ રચ્યો

20 September, 2019 09:55 AM IST  |  બૅન્ગલોર

રાજનાથ સિંહે સ્વદેશી યુદ્ધવિમાન તેજસમાં ઉડાન ભરી ઇતિહાસ રચ્યો

રાજનાથ સિંહ

રક્ષાપ્રધાન રાજનાથ સિંહ બૅન્ગલોરમાં ગુરુવારે સ્વદેશી ફાઈટર પ્લેન તેજસમાં ઉડાન ભરી ઇતિહાસ રચી દીધો છે. રાજનાથ તેજસના બે સીટવાળા એરક્રાફ્ટમાં સવાર થયા હતા. તેઓ વિમાનમાં ઉડાન ભરનારા પહેલા રક્ષાપ્રધાન છે. રાજનાથ સિંહે સવારે ૧૦ વાગ્યે ઉડાન ભરી અને ૧૦.૩૦ ફાઈટર જેટ લૅન્ડ પણ થઈ ગયું. રાજનાથ સિંહે ૩૦ મિનિટની મુસાફરી બાદ કહ્યું કે, ફાઈટર જેટ તેજસમાં ૩૦ મિનિટની ઉડાન ભરવાનો અનુભવ અદભુત હતો. રક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, તેજસ ભારતીય વાયુસેનાની ૪૫મી સ્ક્વોડ્રન ‘ફ્લાઈંગ ડ્રેગર્સ’નો ભાગ છે. ફાઈટર પ્લેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ ડિઝાઈન અને વિકસિત કર્યું છે. ૩ વર્ષ પહેલાં જ તેજસને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. હવે તેજસનું અપગ્રેડ વર્ઝન પણ આવશે.

વાયુસેનાએ ડિસેમ્બર ૨૦૧૭માં ૮૩ તેજસ જેટ બનાવવાની જવાબદારી સોંપી હતી. જેનો અંદાજે ખર્ચ ૫૦ હજાર કરોડ રૂપિયા હતો. રક્ષા સંરક્ષણ અને વિકાસ સંસ્થાને આ વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ બૅન્ગલોરમાં થયેલા એર શોમાં તેને ફાઈનલ ઓપરેશનલ ક્લીયરન્સ જાહેર કર્યું હતું. જેનો હેતુ એ જ છે કે તેજસ યુદ્ધ માટે પૂરી રીતે તૈયાર છે.

તેજસે ગત સપ્તાહે નૌસેનામાં સામેલ થવા માટે એક મોટું પરિક્ષણ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. ડિફેન્સ રિસર્ચ અૅન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના અધિકારીઓએ ગોવાના તટીય ટેસ્ટ સુવિધામાં તેજસનું અરેસ્ટ લૅન્ડિગ કરાવ્યું હતું. તેજસ આ સિદ્ધિ મેળવનારું દેશનું પહેલું એરક્રાફ્ટ બની ગયું છે.

rajnath singh national news