ટ્વિટર પર આવી ગયા છે BSP સુપ્રીમો માયાવતી, પાર્ટીની સત્તાવાર જાહેરાત

06 February, 2019 01:01 PM IST  |  લખનઉ

ટ્વિટર પર આવી ગયા છે BSP સુપ્રીમો માયાવતી, પાર્ટીની સત્તાવાર જાહેરાત

માયાવતી (ફાઇલ ફોટો)

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની એન્ટ્રી હવે સોશિયલ મીડિયા પર થઈ ગઈ છે. પાર્ટીની તરફથી આ સંબંધે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે અને ટ્વિટર હેન્ડલ પણ જણાવવામાં આવ્યું છે.

આ ટ્વિટર અકાઉન્ટ 'સુશ્રી માયાવતી'ના નામથી ખોલવામાં આવ્યું છે. અકાઉન્ટ પ્રોફાઇલમાં લખનઉ 9, મોલ એવેન્યુનું એડ્રેસ આપવામાં આવ્યું છે. અહીંયા તેમનું નિવાસસ્થાન છે, સાથે જ બીએસપીની સેન્ટ્રલ કેમ્પ ઓફિસ પણ અહીંથી ચલાવવામાં આવે છે.

બહુજન સમાજ પાર્ટી તરફથી સત્તાવાર રીતે આ સંબંધે પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. બુધવારે (6 ફેબ્રુઆરી)ના રોજ જાહેર થયેલી આ પ્રેસનોટમાં જાહેરાત કરવામાં આવી છે કે બીએસપીની રાષ્ટ્રીય અધ્યક્ષ સુશ્રી માયાવતીએ પહેલીવાર ટ્વિટરના માધ્યમથી પણ લોકો અને મીડિયા સાથે સંવાદ કરવાનો નિર્ણય કર્યો છે. તેમનું ટ્વિટર અકાઉન્ટ @SushriMayawati છે.

સામાન્ય રીતે મીડિયાથી અંતર બનાવીને ચાલતા માયાવતીનું સોશિયલ મીડિયા પર આવવું લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. સાથે જ દેશ-દુનિયાના તમામ મુદ્દાઓ પર અત્યાર સુધી માયાવતીના વલણની રાહ જોતા મીડિયા માટે પણ આસાની થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: યોગી સરકારની રોક છતાં 20 લાખ કર્મચારી આજથી હડતાળ પર

જોકે, માયાવતીનું આ ટ્વિટક અકાઉન્ટ ઓક્ટોબર, 2018માં બનાવવામાં આવ્યું છે. પરંતુ, બીએસપીએ આની સત્તાવાર જાહેરાત અત્યારે કરી છે. અત્યાર સુધી તેમના હેન્ડલ પરથી માત્ર 11 ટ્વિટ કરવામાં આવી છે. જાહેરાતની સાથે જ તેમના ફોલોઅર્સની સંખ્યામાં જાણે પૂર આવ્યું છે. જ્યારે માયાવતીએ અત્યાર સુધી કોઈપણ નેતા કે પાર્ટીને ફોલો કરી નથી. તેમણે અત્યાર સુધી ફક્ત ટ્વિટરના સપોર્ટને ફોલો કર્યું છે.

ટ્વિટર અકાઉન્ટની સાથે જ માયાવતી એક વેબસાઈટ પણ લાવી રહી છે. આ વેબસાઇટ sushrimayawati.in છે. જોકે, હાલ તેના પર કામ ચાલી રહ્યું છે. અપેક્ષા છે કે આ વેબસાઈટ પર બીએસપી સાથે જોડાયેલા કાર્યક્રમ પણ જોવા મળી શકે છે.

mayawati bahujan samaj party