માયાવતીના નિકટવર્તી નેતરામની 225 કરોડની બેનામી સંપત્તિ અટૅચ

20 March, 2019 08:37 AM IST  | 

માયાવતીના નિકટવર્તી નેતરામની 225 કરોડની બેનામી સંપત્તિ અટૅચ

માયાવતી

ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને BSPનાં સુપ્રીમો માયાવતીના નિકટવર્તી મનાતા ભૂતપૂર્વ IAS અમલદાર નેતરામનાં કેટલાંક ઠેકાણાં પર આવકવેરા ખાતાના અધિકારીઓએ પાડેલા દરોડામાં ૨૨૫ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવી છે. નેતરામે દસ્તાવેજોમાં તેમની સંપત્તિ ૧૦૦ કરોડ રૂપિયાની દર્શાવી હતી, પરંતુ આવકવેરા ખાતાના અધિકારીઓને તેમની પાસેથી ૨૨૫ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી છે. કલકત્તા, મુંબઈ અને દિલ્હીમાં ખરીદવામાં આવેલી એ બેનામી સંપત્તિ અટૅચ કરવામાં આવશે.

BSPની માયાવતી સરકારના કાર્યકાળમાં મહkવના હોદ્દા પર રહી ચૂકેલા નિવૃત્ત IAS અમલદાર નેતરામનાં ઠેકાણાં પર આવકવેરા ખાતાના દરોડામાં ૧.૬૪ કરોડ રૂપિયાની રોકડ રકમ, ૫૦ લાખ રૂપિયા કિંમતની પેનો, ચાર લક્ઝરી કારો તથા ૨૨૫ કરોડ રૂપિયાની બેનામી મિલકતોના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. ૧૯૭૯ બૅચના IAS અમલદાર નેતરામ અને તેમના સાથીઓએ ડીમૉનેટાઇઝેશન તથા એ પહેલાંના ગાળામાં કલકત્તાની ત્રીસેક બનાવટી કંપનીઓને નામે ૯૫ કરોડ રૂપિયાની એન્ટ્રીઝ બતાવી હતી.

આ પણ વાંચો : BJP 70 વર્ષોનું રટણ બંધ કરે, દરેક બાબતની એક્સપાયરી ડેટ હોય છે : પ્રિયંકા ગાંધી

માયાવતીને શૌકીન કહ્યાં BJPના વિધાનસભ્યે

ટ્વિટર પર માયાવતીની મોદીની ઝાકઝમાળ અને વૈભવી ઠાઠમાઠની ટીપ્પણીનો જવાબ આપતાં BJPના ઉત્તર પ્રદેશના વિધાનસભ્ય સુરેન્દ્રનારાયણસિંહે જણાવ્યું હતું કે ‘માયાવતીજી ખુદ રોઝ ફેશિયલ કરવાતીં હૈં. વો ક્યા હમારે નેતા કો ક્યા શૌકીન કહેંગી! વસ્ત્ર પહનના કોઈ શૌકીન બાત નહીં હોતી. શૌકીની કી બાત યે હોતી હૈ કી બાલ પકા હુઆ હૈ ઔર રંગીન કરવા કે આજ ભી અપને આપ કો માયાવતીજી જવાન સાબિત કરતીં હૈ. ૬૦ વર્ષકી ઉમþ હો ગયી લેકિન સબ બાલ પક ગયે હૈં.’

mayawati income tax department uttar pradesh national news