લોકસભામાં ગુજરાતની 26 બેઠકો પર જીત માટે ભાજપે લીધો સંઘનો સહારો

11 February, 2019 03:57 PM IST  | 

લોકસભામાં ગુજરાતની 26 બેઠકો પર જીત માટે ભાજપે લીધો સંઘનો સહારો

ફાઇલ

આગામી લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતની 26 બેઠકો પર ફરી જીતવા માટે ભાજપે સંઘનો સહારો લીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં 200થી વધારે પૂર્ણકાલીન વિસ્તારકો ભાજપના પ્રચારમાં કામે લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2014માં પણ સંઘે ભાજપને જીતાડવામાં મદદ કરી હતી.

સંઘીય સૂત્રો પ્રમાણે, ગુજરાત RSSની ટીમ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભાજપના પ્રચારમાં લાગી ગઈ છે. અંદાજે 200થી વધારે વિસ્તારકો કામે લાગી ગયા છે. જેમાં સૌરાષ્ટ્રમાં 70, ઉત્તર ગુજરાતમાં 60 અને મધ્ય ગુજરાતમાં 30 વિસ્તારકોને પ્રદેશટીમે જવાબદારી આપી દીધી છે.

આ પણ વાંચો: એચ. કે. કોલેજ વિવાદઃજિજ્ઞેશ મેવાણીના ભાજપ પર પ્રહાર, રાજીનામાને આપ્યો ટેકો

ગુજરાત RSS પ્રાંતના અધિકારી જણાવે છે કે અમે રાજ્યમાં મતદાર જાગૃતિ માટે પ્રચાર કરીશું. 2014માં પણ સંઘે મતદાર જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. સંઘ હંમેશા રાષ્ટ્રવાદ માટે કામ કરે છે અને કરતું રહેશે. જો ભાજપ 26 સીટો પર જીતીને આવે તો સ્વયંસેવક તરીકે અમારી શુભેચ્છા છે.

bharatiya janata party rashtriya swayamsevak sangh