બીજેપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની તાજપોશી ૧૯ ફેબ્રુઆરીએ

13 January, 2020 03:18 PM IST  |  Mumbai Desk

બીજેપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની તાજપોશી ૧૯ ફેબ્રુઆરીએ

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો કાર્યકાળ ગયા જાન્યુઆરીમાં જ સમાપ્ત થઈ ગયો હતો. લોકસભાની ચૂંટણીને નજીક જોઈ અમિત શાહને પદ પર બન્યા રહેવાનું કહેવામાં આવ્યું હતું. સામાન્ય ચૂંટણી અને એના પછી શાહને ગૃહપ્રધાન તરીકે મોદીમંડળમાં સામેલ કર્યા બાદ જેપી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હવે ચર્ચા છે કે જેપી નડ્ડા જ પાર્ટીના આગામી અધ્યક્ષ હશે. તેઓ ફેબ્રુઆરીમાં પાર્ટીની કમાન સંભાળી શકે છે.

સૂત્રો અનુસાર બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષના પદ પર જેપી નડ્ડાની તાજપોશી ૧૯ ફેબ્રુઆરીએ થશે. માનવામાં આવી રહ્યું છે કે ૧૯ ફેબ્રુઆરી સુધીમાં ૮૦ ટકાથી વધુ રાજ્યોની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. આ પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાશે. સૂત્રોનું માનીએ તો જેપી નડ્ડાનું અધ્યક્ષ બનવું નક્કી માનવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે હાલમાં બીજેપીમાં સંગઠનની ચૂંટણી થઈ રહી છે. પાર્ટીના સંવિધાન અનુસાર ૫૦ ટકાથી વધુ રાજ્યોના એકમોમાં ચૂંટણી યોજાઈ ગયા બાદ જ રાષ્ટ્રીય અધ્યક્ષપદની ચૂંટણી કરાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે જે. પી. નડ્ડા વિદ્યાર્થી જીવનથી જ રાજનીતિમાં સક્રિય રહ્યા છે

national news bharatiya janata party