ટ્વિટર પર 11 મિલ્યન ફૉલોઅર સાથે બીજેપી બની દુનિયાની સૌથી મોટી પાર્ટી

13 May, 2019 11:58 AM IST  |  નવી દિલ્હી | (જી.એન.એસ.)

ટ્વિટર પર 11 મિલ્યન ફૉલોઅર સાથે બીજેપી બની દુનિયાની સૌથી મોટી પાર્ટી

ટ્વિટર

ચૂંટણી જીતવા માટે પ્રચાર-પ્રસારની સાથે સોશ્યલ મીડિયાની પણ મહત્વની ભૂમિકા હોય છે. તમામ પાર્ટી ટ્વિટરમાં પોતાના ફૉલોઅર વધારવા માટે સક્રિય રહેતી હોય છે. રાજકીય પાર્ટીઓ ડિજિટલ કૅમ્પેન પણ ચલાવતી નજરે ચડતી હોય છે.

બીજેપી એ બાબતે વધુ સક્રિય છે. સત્તાધારી બીજેપીએ ટ્વિટરમાં ૧૧ મિલ્યન ફૉલોઅર સાથે વિશ્વની તમામ રાજકીય પાર્ટીને પાછળ રાખી નવો રેકૉર્ડ બનાવ્ચો છે. બીજેપીની હરીફ પાર્ટી કૉંગ્રેસના ૪.૫ મિલ્યન ફૉલોઅર છે.

અમેરિકાની વાત કરવામાં આવે તો અમેરિકાની રિપબ્લિકન પાર્ટીને ૧૬,૩૨૭ ફૉલો કરે છે અને ડેમોક્રૅટિક પાર્ટીને ૧૫,૮૮,૬૬૨ લોકો ફૉલો કરે છે.

બીજેપીને ફૉલો કરવામાં યુવા વર્ગ વધુ છે અને વર્તમાન લોકસભા ચૂંટણીમાં લગભગ ૮૪ મિલ્યન લોકોએ પહેલી વખત મતદાન કર્યું અથવા કરવાના છે.

આ પણ વાંચો : બીજેપીની હાર નક્કી, મોદીજી માત્ર વાતો કરે છે : પ્રિયંકા ગાંધી

પાર્ટીને બદલે વ્યક્તિની વાત કરવામાં આવે તો વડા પ્રધાન મોદીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર કુલ ૧૧.૦૯ કરોડ ફૉલોઅર છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ૧૮.૨૭ કરોડ ફૉલોઅર સાથે પ્રથમ નંબરે આવે છે અને ડોનલ્ડ ટ્રમ્પને ટ્વિટર પર ૯.૬ કરોડ ફૉલોઅર છે.

national news