રાજકોટ: CM વિજય રૂપાણીના આવાસ સ્થાને ફરકાવાયો ભાજપનો ધ્વજ

12 February, 2019 02:59 PM IST  | 

રાજકોટ: CM વિજય રૂપાણીના આવાસ સ્થાને ફરકાવાયો ભાજપનો ધ્વજ

વિજય રુપાણી ઘરે ફરક્યો ભાજપ ધ્વજ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ પહોંચ્યા અને મેરા પરિવાર, ભાજપા પરિવાર અભિયાનની સાથે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો. આ સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પરિવારના સભ્યો અને રાજકોટના કાર્યકર્તાઓએ તેમના આવાસ સ્થાને ભાજપાનો ધ્વજ ફરકાવીને ચૂંટણીનો શંખનાદ કર્યો હતો અને મેરા પરિવાર ભાજપના પરિવાર અભિયાનની શરુઆત કરી હતી.

અભિયાનની શરુઆત સાથે જ અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને જીતના મંત્રો આપ્યા હતાં. અમિત શાહે દેશના 5 કરોડ કાર્યકર્તાઓને તેમના ઘરની બહાર ભાજપનો ધ્વજ ફરકાવવા કહ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદ ખાતે છે. પરંતુ તેમના નિવાસ સ્થાને તેમના પરિવાર અને રાજકોટના કાર્યકર્તાઓ સાથે મળીને ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો.

 

 

અમિત શાહે આપેલા જીતનાં મંત્રો

- દેશભરના ભાજપના 5 કરોડ જેટલા કાર્યકર્તાઓ તેમના ઘરે ભાજપનો ઝંડો ફરકાવી ચૂંટણીનો શંખનાદ ફૂંકી નરેન્દ્ર મોદીની સાથે હોવાનું જાહેર કરશે.

- ભાજપના કાર્યક્રમો અને નરેન્દ્ર મોદીના નિવેદનોો સોશિયલ મીડિયામાં શૅર કરવા.

- મેરા પરિવાર, મેરા ભાજપ પરિવાર, મહાસંકલ્પ અભિયાન, કમલ જ્યોતિ અને વિજય સંકલ્પ ચાર કાર્યક્રમો થકી દરેક કાર્યકર્તાઓએ જોમ મુકીને ચૂંટણી લડવા તૈયાર થઈ જાઓ.

- ચૂંટણીના મુદ્દાઓને જનતા વચ્ચે લઈ જાઓ. ચાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા છે અને આ જ કાર્યક્રમો થકી ભાજપ જીત મેળવશે. દરેક રાજ્યમાં વિજય સંકલ્પ યાત્રા કાઢવામાં આવશે.

 

આ પણ વાંચો: આખરે શું છે એ ઈમેઈલમાં, જેના આધારે રાહુલ ગાંધીએ PM પર કર્યા ગંભીર આરોપો !

 

- 2014માં ભાજપ 26 સીટો જીત્યું હતું અને આ વખતે પણ આપણે ઈતિહાસનું પુનરાવર્તન કરવાનું છે.

- સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે દેશના પ્રત્યેક નાગરિક સુધી પહોચીશું.

rajkot Vijay Rupani Gujarat BJP