બ્રાન્ચ મેનેજરે માંગી પત્નીની હત્યા માટે રજા, બેન્કે તરત કરી મંજૂર

24 January, 2019 05:22 PM IST  | 

બ્રાન્ચ મેનેજરે માંગી પત્નીની હત્યા માટે રજા, બેન્કે તરત કરી મંજૂર

પત્નીની હત્યા કરવા રજા માંગી

વધુ પડતા કામ અને પારિવારિક જવાબદારીને નિભાવવા માટે રજા ન મળવા પર કર્મચારીઓના આત્મહત્યાની ખબરો આવતી રહે છે. બક્સરમાં આવી જ પણ કઈક અલગ ઘટના સામે આવી છે, જેમાં રજા ન મળવા પર એક બેન્ક મેનેજરે તેની પત્નીની હત્યા કરવા રજા માંગતી અરજી તેના ઉપરી અધિકારીઓ સહિત માનવઅધિકાર આયોગ અને રાષ્ટ્રપતિને પણ મોકલી છે. આ જાણકારી મળતા જ ઉપરી અધિકારીઓએ બેન્ક મેનેજરની રજા તરત જ મંજૂર કરવામાં આવી હતી.

દક્ષિણ બિહારની ગ્રામિણ બેન્કમાં કાર્યરત બક્સરના મેનેજર મુન્ના પ્રસાદ સાથે સંકળાયેલી છે. તેમની પત્નીને કિડનીના રોગથી પીડિત છે અને તેમની સારવાર માટે બેન્ક મેનેજરને રજા આપવામાં આવતી ન હતી. એટલું જ નહી, વારં વાર મુખ્ય કાર્યાલયને રજા માટે અરજી કરતા ઉપરી અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને પત્નીના અંતિમ સંસ્કાર માટે જ રજા આપવામાં આવશે. આ કારણોસર મેનેજરે પટના સ્થિત કાર્યાલયને પત્ર લખતા આ બાબતની જાણકારી રાષ્ટ્રપતિ, મુખ્ય પ્રધાન, રાષ્ટ્રિય માનવાધિકાર આયોગ અને વડાપ્રધાનને મોકલી હતી.

આ પત્રમાં મુન્ના પ્રસાદે લખ્યું હતું કે, મને મારી પત્નીની હત્યા કરી અંતિમ સંસ્કાર માટે માત્ર 2 દિવસની રજા આપવામાં આવે. મુન્ના પ્રસાદના પત્રના કારણે બેન્કમાં હોબાળો મચ્યો હતો જેના કારણે તેમની રજા તાત્કાલિક ધોરણે સ્વીકારવામાં આવી હતી. જો કે આ સમસ્યા ગંભીર છે જરૂરી સમયે રજા ન મળવાના કારણે નુકસાન ભોગવવુ પડી શકે છે.

આ વિશ ગ્રામીણ બેન્કના અધિકારીઓનું કહેવું છે કે, એક માત્ર શાખા હોવાના કારણે અહીં કાર્યરત કર્મચારીઓને રજા આપતા પહેલા તેની જગ્યાએ બીજા કર્મચારીને તેની જગ્યાએ મુકીને જવાનું હોય છે. જેના કારણે શાખાનું કામ પ્રભાવિત ન થાય.