અયોધ્યા કેસ : ચુકાદો લખવામાં વ્યસ્ત સીજેઆઇ ગોગોઈએ વિદેશપ્રવાસ રદ કર્યો

18 October, 2019 11:47 AM IST  | 

અયોધ્યા કેસ : ચુકાદો લખવામાં વ્યસ્ત સીજેઆઇ ગોગોઈએ વિદેશપ્રવાસ રદ કર્યો

રંજન ગોગોઈ

અયોધ્યા કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. ૬ ઑગસ્ટથી શરૂ થયેલી નિયમિત સુનાવણી ૪૦ દિવસ સુધી સતત ચાલ્યા બાદ ૧૬ ઑક્ટોબરે સમાપ્ત થઈ ગઈ છે. ત્યાર બાદ ૮થી ૧૭ નવેમ્બર વચ્ચે આ કેસનો ચુકાદો આવવાની સંભાવના છે. અયોધ્યાના મામલે નિર્ણય લખવામાં વ્યસ્ત રહેવાથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તેમનો વિદેશપ્રવાસ રદ કર્યો છે. રંજન ગોગોઈ દક્ષિણ અમેરિકાના દેશ, મધ્ય પૂર્વ અને કેટલાક અન્ય દેશ યુએઈ, બ્રાઝિલ અને અમેરિકાની યાત્રા કરવાના હતા. તેઓ ૧૮ ઑક્ટોબરે દુબઈ જવાનાં હતાં. ત્યાર બાદ તેમણે ત્યાંથી કાહિરા, બ્રાઝિલ અને ન્યુ યૉર્કમાં ઘણા કાર્યક્રમમાં હાજર રહેવાનું હતું. તેઓ ૩૧ ઑક્ટોબરે સ્વદેશ પાછા ફરવાના હતા. સરકાર તરફથી તેમને આ પ્રવાસની સ્વીકૃતિ મળી હતી, પરંતુ અયોધ્યા કેસમાં વ્યસ્ત હોવાને કરાણે ચીફ જસ્ટિસે તેમનો વિદેશપ્રવાસ રદ કર્યો છે.

આ વચ્ચે સુપ્રીમ કોર્ટની નોટિસ અનુસાર અયોધ્યા કેસની સુનાવણી થયા બાદ બંધારણીય પીઠના સભ્યો (પાંચ જજ)ની ચેમ્બરમાં બેઠા. પાંચેય જજે તેમની કોર્ટરૂમમાં સુનાવણી ન કરી અને તેમણે અયોધ્યા કેસનો ચુકાદો લખવા પર એકબીજા સાથે વિચારવિમર્શ કર્યો.

અયોધ્યાનો નકશો ફાડનાર વકીલને સંતની ધમકી, ચુકાદા પછી જોઈ લઈશ

સુપ્રીમ કોર્ટમાં નકશો ફાડવાના મામલે શ્રીરામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ સભ્ય ડૉ. રામ વિલાસ વેદાંતીએ કહ્યું કે હું તો આ મામલે કેસ નોંધાવવાનો હતો, પણ એનાથી રામલલ્લાના મુદ્દાને અસર ન પહોંચે એવા વિચારથી જ મેં હાલમાં આ વિચાર માંડી વાળ્યો છે. હવે મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવન સામે કેસ નોંધાવશે નહીં. રામ વિલાસ વેદાંતીનું કહેવું છે કે તેમની સામે ચુકાદો આવ્યા બાદ કેસ કરવામાં આવશે.

રામ વિલાસ વેદાંતીએ કહ્યું કે રાજીવ ધવને માત્ર કોર્ટનું જ અપમાન કર્યું નથી, બંધારણનું પણ અપમાન કર્યું છે. ન્યાયનું અપમાન કર્યું છે. ન્યાયાધીશોનું અપમાન કર્યું છે. ન્યાયાધીશો વચ્ચે નકશાના ચાર ટુકડા કરીને ફેંકી દેવો એ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. હું એફઆઇઆર નોંધાવીશ.

આ પણ વાંચો : ડઝનથી વધારે લગ્ન કરી ચૂકેલી લૂટેરી દુલ્હનની ધરપકડ

વેદાંતીએ કહ્યું હતું કે હું આ મામલે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ સાથે વાત કરીશ. તેમણે કહ્યું કે એનાથી અયોધ્યાનો મુદ્દો પ્રભાવિત થઈ શકે છે, કેમ કે જજની સામે આ વર્તન કરવામાં આવ્યું તો જજને સ્વયં જ્ઞાન થવું જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ચુકાદો રામલલાના પક્ષમાં આવશે. જ્યારે ચુકાદો આવશે ત્યાર બાદ હું રાજીવ ધવનને જોઈશ.

national news ayodhya verdict supreme court