અયોધ્યા વિવાદ: મધ્યસ્થ સમિતિને ૧૫ ઑગસ્ટ સુધીની સુપ્રીમની મહેતલ

11 May, 2019 07:52 AM IST  |  દિલ્હી

અયોધ્યા વિવાદ: મધ્યસ્થ સમિતિને ૧૫ ઑગસ્ટ સુધીની સુપ્રીમની મહેતલ

રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ અયોધ્યા રામ-જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદનો સવર્‍માન્ય ઉકેલ લાવવા માટે સર્વોચ્ચ અદાલત દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની મધ્યસ્થ સમિતિએ સીલબંધ કવરમાં પોતાનો વચગાળાનો રર્પિોટ સોંપી દીધો છે. આ ઘટના સાથે સંકળાયેલા સૂત્રએ જણાવ્યું કે, ૬ મેએ સુપ્રીમ ર્કોટના રજિસ્ટ્રારને સીલબંધ કવરમાં રર્પિોટ સોંપી દેવાયો હતો.

આ કેસની સુનાવણી દરમિયાન મધ્યસ્થ સમિતિ દ્વારા વિવાદનું યોગ્ય અને સચોટ સમાધાન મેળવવા માટે ૧૫ ઑગસ્ટ સુધીના સમયની માગણી કરવામાં આવી હતી. જેને સર્વોચ્ચ અદાલતે માન્ય રાખીને સમિતિને ૧૫ ઑગસ્ટ, ૨૦૧૯ સુધીનો સમય લંબાવી આપ્યો છે. સાથે જ આ વિવાદ સાથે સંકળાયેલા તમામ પક્ષોને તેમને જે કોઈ વાંધા હોય તે ૩૦ જૂન સુધીમાં આ સમિતિ સમક્ષ રજૂ કરી દેવા જણાવ્યું છે.

સુપ્રીમની ૫ સભ્યોની બેન્ચે બંને પક્ષો તરફથી હાજર રહેલા વકીલોને જણાવ્યું કે ‘આ મુદ્દો છેલ્લાં અનેક વર્ષોથી પડતર છે અને ચાલ્યો આવે છે. તો પછી આપણે મધ્યસ્થ સમિતિને શા માટે વધુ સમય ન આપવો જોઈએ?’

હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો તરફથી આ કેસમાં હાજર રહેતા વકીલોએ સમિતિની પ્રક્રિયામાં વિશ્વાસ મૂક્યો. તેમણે જણાવ્યું કે, તેઓ આ સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. સુપ્રીમ ર્કોટે તમામ પક્ષોને તેમના જે કોઈ વાંધા હોય તે સમિતિ સમક્ષ ૩૦ જૂન સુધી રજૂ કરી દેવા આદેશ આપ્યો છે.

જો ત્રણ મધ્યસ્થીઓને આશા છે કે તેઓ સમસ્યાનું સચોટ સમાધાન કરી શકે એમ છે તો પછી તેમને ૧૫ ઑગસ્ટ સુધીનો સમય આપવામાં શો વાંધો છે? મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યું કે અત્યાર સુધી કેટલી પ્રગતિ થઈ છે એ અમે આપને જણાવી શકીએ નહીં, કેમ કે તે અત્યંત ગુ છે. આથી એ સ્પક્ટ થાય છે કે, સુપ્રીમ ર્કોટ અલાહાબાદ હાઈ ર્કોટ દ્વારા ૨૦૧૦માં આવેલા ચુકાદાથી જુદો મત ધરાવે છે. જેમાં વિવાદિત જમીનને રામલલ્લા, નિરમોહી અખાડા અને સુન્ની વક્ફ ર્બોડને સમાન રીતે વહેંચવાનો આદેશ અપાયો હતો.

સુપ્રીમ ર્કોટે જણાવ્યું કે ‘તેમને મધ્યસ્થ સમિતિના ચૅરમૅન ન્યાયાધીશ એફ. એમ. કલીફુલ્લા તરફથી વિનંતી મળી છે કે એમને આ મુદ્દાનું યોગ્ય સમાધાન શોધવા માટે ૧૫ ઑગસ્ટ સુધીનો સમય આપવામાં આવે. આથી સુપ્રીમ ર્કોટ તેમને ૧૫ ઑગસ્ટ સુધીનો સમય આપે છે.’

આ પણ વાંચોઃ હવે અક્ષયકુમારને INS સુમિત્રા પર લઈ જવા મામલે કોંગ્રેસના મોદી પર પ્રહાર

સુપ્રીમ ર્કોટે નર્દિેશ આપ્યો હતો કે ‘આ આખી કાર્યવાહી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે તેમ જ સમિતિના કોઈ પણ સભ્ય પોતાના વિચારોને કોઈ પણ વ્યક્તિ કે માધ્યમ સમક્ષ રજૂ નહીં કરી શકે.’

સુપ્રીમ ર્કોટે આ માટે અયોધ્યાથી સાત કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં મધ્યસ્થતા માટે જગ્યા નક્કી કરી હતી એ સાથે જ સુપ્રીમ ર્કોટે રાજ્ય સરકારને આ માટે તમામ વ્યવસ્થા કરવાનો પણ આદેશ આપ્યો હતો.

national news ayodhya supreme court