સુપ્રીમે બનાવેલી મધ્યસ્થી પૅનલ પર મુસ્લિમ પક્ષે રિપોર્ટ લીક કરવાનો આરોપ

19 October, 2019 01:04 PM IST  |  નવી દિલ્હી

સુપ્રીમે બનાવેલી મધ્યસ્થી પૅનલ પર મુસ્લિમ પક્ષે રિપોર્ટ લીક કરવાનો આરોપ

અયોધ્યા

અયોધ્યામાં રામમંદિરના મામલામાં સુપ્રીમ કોર્ટે બનાવેલી મધ્યસ્થી પૅનલ પર મુસ્લિમ પક્ષે રિપોર્ટ લીક કરવાનો આરોપ મૂક્યો છે. મુસ્લિમ પક્ષકારોએ ઊલટાનું કહ્યું છે કે સમાધાનનો કોઈ સવાલ હવે રહેતો નથી.

રામમંદિર સામે સુપ્રીમ કોર્ટમાં ગયેલા ૬ મુસ્લિમ પક્ષકારોએ મધ્યસ્થી પૅનલના સભ્ય અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ પર સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારુખી સાથે વાતચીતમાં સામેલ થવાનો આરોપ મૂક્યો છે.

આ પક્ષકારોનું કહેવું છે કે એકલું સુન્ની વકફ બોર્ડ કેસમાં સમાધાન માટે નિર્ણય લઈ શકે નહીં. મધ્યસ્થી પૅનલની કાર્યવાહીમાં ગુપ્તતા જાળવવાની હતી, પરંતુ આ પૅનલનો રિપોર્ટ લીક થયો છે.

એવું મનાય છે કે વિવાદનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થી પૅનલે સુપ્રીમ કોર્ટેને જે રિપોર્ટ સોંપ્યો છે એમાં બન્ને પક્ષો સમાધાન કરવા માગતા હોવાનો ઉલ્લેખ છે.

આ પણ વાંચો : કાશ્મીરમાં સફરજનના વેપારીઓ આતંકવાદીઓના નિશાના પર સલામત સ્થળે ખસેડવાનું શરૂ

રિપોર્ટમાં કહેવાયું છે કે સુન્ની વકફ બોર્ડ, નિર્વાણી અખાડા, નિર્મોહી અખાડા, હિન્દુ મહાસભા અને રામ જન્મસ્થાન પુનરુદ્ધાર સમિતિએ આ સમાધાન પર સહી કરી છે, જેમાં મુસ્લિમ પક્ષે દાવો જતો કરવા સામે એક કરતાં વધારે શરતો મૂકી છે.

ayodhya verdict ram mandir national news