Ayodhya Verdict:વિવાદિત જમીન પર બનશે મંદિર, મસ્જિદ માટે વૈકલ્પિક જગ્યા

09 November, 2019 01:36 PM IST  |  New Delhi

Ayodhya Verdict:વિવાદિત જમીન પર બનશે મંદિર, મસ્જિદ માટે વૈકલ્પિક જગ્યા

સુપ્રીમ કોર્ટનો નિર્ણય

70 વર્ષની કાયદાકીય લડાઈમાં ફસાયેલા અયોધ્યા કેસનો આખરે આજે ચુકાદો આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે. વાંચો તેને મહત્વના મુદ્દાઓ..

Ayodhya Case Verdict Updates:

વિવાદિત જમીન પર મંદિર બનશે. મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે પાંચ એકર વૈકલ્પિક જગ્યા આપવાનો આદેશ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુસ્લિમોએ મસ્જિદ નહોતી છોડી. જો કે હિંદૂ પણ રામ ચબૂતરા પર પૂજા કરતા હતા. તેમણે ગર્ભગૃહ પર પણ સ્વામિત્વનો દાવો કર્યો.

મુંબઈમાં રવિવાર સવારના 11 વાગ્યા સુધી એટલે કે 24 કલાક માટે કલમ 144 લગાવવામાં આવી. ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.


સુપ્રીમ કોર્ટ કહ્યું કે હિંદુઓની આસ્થા અને વિશ્વાસ છે કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. હિંદુઓની આસ્થા અને વિશ્વાસ છે કે ભગવાન રાનો જન્મ ગુંબજની નીચે થયો. આ વ્યક્તિગત વિશ્વાસનો વિષય છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુખ્ય ઢાંચો ઈસ્લામી સંરચના નહોતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શંકાથી પર છે. તેના અભ્યાસને નજરઅંદાજ ન કરી શકાય.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે વિવાદિત જમીન રાજસ્વ રેકોર્ડમાં સરકારી જમીન હતી.

ગોગોઈએ કહ્યું કે બાબરી મસ્જિદ મીર બાકીએ બનાવી હતી.

સીજેઆઈ ગોગોઈએ નિર્ણયમાં કહ્યું કે અમે 1946ના ફૈઝાબાદ કોર્ટના નિર્ણયને પડકાર આપતા શિયા વક્ફ બોર્ડની સિંગલ લીવ પિટિશનને ફગાવે છે.

ayodhya verdict supreme court