આસામ-ત્રિપુરામાં સેના બોલાવી નાગરિકતા બિલ વિરુદ્ધ આસામમાં ઉગ્ર પ્રદર્શન

12 December, 2019 10:15 AM IST  |  Mumbai Desk

આસામ-ત્રિપુરામાં સેના બોલાવી નાગરિકતા બિલ વિરુદ્ધ આસામમાં ઉગ્ર પ્રદર્શન

નાગરિકતા સંશોધન વિધેયક સામે આસામમાં વિરોધ પ્રદર્શન યથાવત્‌ છે. રાજ્ય સચિવાલયની નજીક છાત્રોના એક મોટા સમૂહ અને પોલીસ વચ્ચે ઝડપ થઈ હતી. બધી દિશાઓથી છાત્રો સચિવાલય તરફ આગળ વધતા જોવા મળ્યા હતા. અન્ય એક સમૂહ ગણેશપુરી ક્ષેત્ર સુધી પહોંચી ગયા હતા જે સચિવાલયથી ફક્ત ૫૦૦ મીટર દૂર છે. આ બધી ઘટનાઓ પછી આસામ અને ત્રિપુરાના ઘણા વિસ્તારોમાં સેના ગોઠવી દેવામાં આવી છે.

છાત્રોએ જીએસ રોડ પર અવરોધક તોડી દીધા હતા. જેના કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. છાત્રો પર ટિયર ગૅસ પણ દાગ્યા હતા. છાત્રાઓએ જેને પકડીને પોલીસકર્મીઓ ઉપર ફેંક્યા હતા. છાત્રાએ કહ્યું હતું કે આ ઝડપમાં ઘણા લાઠીચાર્જમાં ઈજાગ્રસ્ત થયા છે. સર્વાનંદ સોનોવાલના નેતૃત્વમાં બર્બર સરકાર છે. જ્યાં સુધી કેબ પાછું ખેંચવામાં આવશે નહીં ત્યાં સુધી અમે કોઈના દબાણમાં આવીશું નહીં. ગુવાહાટી સિવાય દિબ્રુગઢ જિલ્લામાં પ્રદર્શનકારીઓની ઝડપ પોલીસ સાથે થઈ હતી. પથ્થરબાજી પણ થઈ હતી જેમાં એક પત્રકાર ઇજાગ્રસ્ત થયો છે.
આસામમાં નાગરિકતા સંશોધન વિધેયક સામે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પૂર્વોત્તર સીમાંત રેલવેએ બુધવારે ઘણી ટ્રેનોને રદ કરી દીધી છે અને કેટલીકને રિશેડ્યુલ કરવામાં આવી છે.
એનએફ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુભાન ચંદાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ઓછામાં ઓછી ૧૪ ટ્રેનોને રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોને સ્થાન પહેલા જ રોકી દેવામાં આવી છે.

national news tripura