બૉર્ડર પર તણાવ વધ્યો, પીઓકેમાં 10થી વધુ આતંકી શિબિર બની

11 August, 2019 10:25 AM IST  |  શ્રીનગર

બૉર્ડર પર તણાવ વધ્યો, પીઓકેમાં 10થી વધુ આતંકી શિબિર બની

પ્રતીકાત્મક તસવીર

એલઓસી નજીક પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)ના કોટલી, રાવલકોટ, બાઘ અને મુઝફ્ફરાબાદમાં ૧૦થી વધુ આતંકી શિબિર સક્રિય થઈ છે. અમુક ગુપ્ત સૂત્રોના માધ્યમથી ન્યુઝ એજન્સીએ શનિવારે આ વાતની જાણકારી આપી હતી. આતંકી સંગઠનોની સક્રિયતા પાકિસ્તાની સેનાના સહયોગથી વધી છે એને જોતાં ભારતીય સેનાને હાઇઅલર્ટ પર રાખવામાં આવી છે.

પૅરિસસ્થિત ફાઇનૅન્શિયલ ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને મે ૨૦૧૯માં આ શિબિરો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાડવાની માગ કરી હતી. આવું ન કરવા પર પાકિસ્તાનને મળનારી રકમ રોકી શકાય છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની અવળચંડાઈ : ટ્રેન પછી હવે લાહોર બસ-સેવા બંધ કરી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને બે દિવસ પહેલાં સંસદના સંયુક્ત સત્રમાં કહ્યું હતું કે ભારતમાં જો બીજી વખત પુલવામા જેવો હુમલો થાય તો એના માટે ઇસ્લામાબાદ જવાબદાર નહીં હોય. ઇમરાનનું આ નિવેદન જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને આઇએસઆઇ હેન્ડલર્સનાં આતંકી શિબિરોને ફરી સક્રિય કરવાની છૂટ આપવા જેવું છે. ગુપ્ત રિપોટ્‌ર્સમાં એ ખુલાસો થયો છે કે જૈશ, લશ્કર અને તાલિબાનના લગભગ ૧૫૦ સભ્યો કોટલી નજીક ફાગુશ અને કુંડ શિબિરો અને મુઝફ્ફરાબાદ વિસ્તારમાં શવાઈ નલ્લાહ અને અબદુલ્લાહ બિન મસૂદ શિબિરોમાં એકઠા થયા છે. છેલ્લા અમુક દિવસોમાં મસૂદ અઝહરનો ભાઈ ઇબ્રાહિમ અતહર પણ પીઓકેમાં દેખાયો હતો.

terror attack line of control pakistan srinagar national news