ગે સેક્સ બાબતનો SCનો આદેશ લશ્કરમાં લાગુ ન કરી શકાય : આર્મી ચીફ

11 January, 2019 07:42 AM IST  | 

ગે સેક્સ બાબતનો SCનો આદેશ લશ્કરમાં લાગુ ન કરી શકાય : આર્મી ચીફ

આર્મી ચીફ બિપીન રાવત

ગઈ કાલે યોજાયેલી લશ્કરની વાર્ષિક પત્રકાર-પરિષદમાં આર્મી ચીફ બિપિન રાવતે જણાવ્યું હતું કે ‘ગે સેક્સને અપરાધની શ્રેણીમાંથી બહાર કાઢવાના સુપ્રીમ ર્કોટના આદેશને લશ્કરમાં લાગુ ન કરી શકાય. લશ્કર કાયદાથી ઉપર નથી, પણ લશ્કરમાં અમે એની પરવાનગી ન આપી શકીએ.’

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ ર્કોટની પાંચ જજની બંધારણીય બેન્ચે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૭ની એ જોગવાઈને રદ કરી હતી, જેમાં સગીર વયના લોકો વચ્ચેના સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા. એકમતથી લેવામાં આવેલા આ ચુકાદામાં સુપ્રીમ ર્કોટે ૧૫૮ વર્ષ જૂના કાયદાને સમાનતાના અધિકારના ઉલ્લંઘન તરીકે ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ સરહદપારથી ઘૂસણખોરી માટે તૈયાર બેઠા છે 300 આતંકી, આર્મી ચીફે પાક.ને ચેતવ્યું

વ્યભિચાર પર કોર્ટના ચુકાદા વિશે પૂછવામાં આવતાં આર્મી ચીફે કહ્યું હતું કે ‘લશ્કર રૂઢિચુસ્ત છે. અમે આ આદેશને લશ્કરમાં લાગુ ન પાડી શકીએ. જે જવાન પરિવારથી દૂર રહે છે તે અન્ય જવાનો સાથે સમલૈંગિક સંબંધો બાંધી શકે છે. આને પગલે ભારતમાં પુરુષ વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન મળી શકે છે.’

national news