સુપ્રીમના આદેશ બાદ શાહીનબાગ પહોંચ્યા નિયુક્ત મધ્યસ્થીકારો

20 February, 2020 06:57 PM IST  |  Mumbai Desk

સુપ્રીમના આદેશ બાદ શાહીનબાગ પહોંચ્યા નિયુક્ત મધ્યસ્થીકારો

શાહીનબાગમાં પ્રદર્શનકારીઓને મળ્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થીઓ સંજય હેગડે અને સાધના રામચંદ્રન. તસવીર : પી.ટી.આઇ

દિલ્હીના શાહીનબાગ ખાતે નાગરિકતા કાયદા અને એનઆરસી વિરુદ્ધ ધરણાં પર બેઠેલા લોકો સાથે વાતચીત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઍડ્વોકેટ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને લોકો સાથે વાતચીત કરવા માટે કહ્યું હતું. શાહીનબાગમાં સંજય હેગડેએ કહ્યું, ‘અમે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અહીં પહોંચ્યા છીએ. અમે સૌ લોકો સાથે વાતચીત કરીશું અને આશા છે કે વિવાદ ઉકેલાઈ જશે.’

સંજય હેગડેએ દેખાવકારોને સુપ્રીમ કોર્ટનો આદેશ વાંચીને સંભળાવ્યો. તેમણે કહ્યું કે અમે બન્ને સુપ્રીમ કોર્ટના વકીલ છીએ અને તમને સૌને સાંભળવા આવ્યાં છીએ. શાહીનબાગ જતાં પહેલાં હેગડેએ ટ્વિટર પર પણ લોકો પાસેથી સૂચનો માગ્યાં હતાં, જ્યારે સાધના રામચંદ્રને કહ્યું, ‘સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેમને આંદોલન કરવાનો હક છે. આપણી જેમ બીજા ઘણા નાગરિકો છે જેમના અધિકારો છે. જે લોકો રસ્તા પરથી આવ-જા કરે છે.

shaheen bagh national news