કાશ્મીરમાં સફરજનના વેપારીઓ આતંકવાદીઓના નિશાના કાશ્મીરમાં સફરજનના વેપારી

19 October, 2019 12:48 PM IST  |  શ્રીનગર

કાશ્મીરમાં સફરજનના વેપારીઓ આતંકવાદીઓના નિશાના કાશ્મીરમાં સફરજનના વેપારી

પ્રતીકાત્મક તસવીર

કાશ્મીરમાં કલમ-૩૭૦ દૂર થયા બાદ પણ થાળે પડી રહેલા જનજીવનને જોઈને પાકપ્રેરિત આંતકવાદીઓએ સફરજનના વેપારને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે, જેના પગલે હવે સરકારે સફરજનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે.

કાશ્મીરમાં અત્યારે સફરજનની સીઝન છે. આ સીઝનમાં કાશ્મીરમાંથી દેશનાં બીજાં રાજ્યોમાં સફરજન જતાં હોય છે. આતંકવાદીઓએ સોમવારથી શુક્રવાર સુધીમાં આ વ્યવસાય સાથે સંકળાયેલા બીજાં રાજ્યોના ત્રણ જણની હત્યા કરી છે જેના પગલે સરકારે નવી રણનીતિ બનાવી છે.

હવે જમ્મુ-કાશ્મીર તંત્રે અન્ય રાજ્યોના શ્રમજીવીઓ, ટ્રક-ડ્રાઇવરો, ફળોના વેપારીઓને શોપિયાં અને પુલવામા જિલ્લામાં સલામત સ્થળોએ ખસેડવાનુ શરૂ કર્યું છે. બહારથી આવનારા સફરજનના વેપારીઓની સુરક્ષા વધારવામાં આવી રહી છે.

તંત્રે નિર્ણય કર્યો છે કે આ વિસ્તારમાં મોટી ટ્રક માત્ર મુખ્ય રસ્તા પર જ અવરજવર કરશે. આંતરિક વિસ્તારોમાં એને જવાની પરવાનગી નહીં હોય. મુખ્ય રસ્તા સુધી ફળોના વેપારીઓ નાનાં વાહનોમાં સફરજનને ટ્રક સુધી પહોંચાડશે. ટ્રકો ઊભી રાખવા પિકઅપ પૉઇન્ટ ઊભાં કરાશે અને આ પૉઇન્ટ પર સુરક્ષા રાખવામાં આવશે.

આ પણ વાંચો : રંજન ગોગોઈએ આગામી સીજેઆઇ માટે એસ. એ. બોબડેના નામની ભલામણ કરી

પોલીસનું કહેવું છે કે હુમલા પછી પણ ગઈ કાલે સીઝનમાં સૌથી વધારે સફરજન બહાર મોકલવામાં આવ્યાં છે. આટલી મોટી સંખ્યામાં સફરજન અગાઉ ક્યારેય રવાના કરાયાં નથી.

kashmir national news