જનતાને રાહત : પેટ્રોલમાં 54 પૈસા અને ડીઝલના ભાવમાં 6 પૈસાનો ઘટાડો

11 October, 2019 12:20 PM IST  |  નવી દિલ્હી

જનતાને રાહત : પેટ્રોલમાં 54 પૈસા અને ડીઝલના ભાવમાં 6 પૈસાનો ઘટાડો

પેટ્રોલ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક દિવસની સ્થિરતા બાદ ગુરુવારે સવારે ફરીથી ઘટાડો જોવા મળ્યો. આ પહેલાં સતત છ દિવસના ઘટાડા બાદ બુધવારે ભાવ સ્થિર રહ્યા હતા. ગયા મહિને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રેકૉર્ડ-બ્રેક તેજી બાદ ઑક્ટોબરની શરૂઆતમાં કિંમતમાં ઘટાડાનો દોર શરૂ થયો હતો. ૩ ઑક્ટોબરથી શરૂ થયેલા ઘટાડાનો સિલસિલો ૮ ઑક્ટોબર સુધી ચાલુ રહેશે. હવે ૧૦ ઑક્ટોબરે ફરીથી ઘટાડો આવ્યો છે. ગઈ કાલે સવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૫૪ પૈસા અને ડીઝલના ભાવમાં ૬ પૈસાનો ઘટાડો આવ્યો છે.

દિલ્હીમાં ગઈ કાલે સવારે પેટ્રોલનો ભાવ ૭૩.૫૪ રૂપિયા લીટરના સ્તર પર પહોંચી ગયો છે. તો બીજી તરફ ડીઝલ ૬૬.૭૫ રૂપિયે પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ ક્રમશઃ ૭૬.૧૮ રૂપિયા, ૭૯.૧૫ રૂપિયા અને ૭૬.૩૯ રૂપિયાના સ્તર પર છે. ડીઝલનો ભાવ પણ ક્રમશઃ ૬૯.૧૧ રૂપિયા, ૬૯.૯૭ રૂપિયા અને ૭૦.૫૨ રૂપિયાના સ્તર પર છે. જાણકારોનું કહેવું છે કે હાલમાં ક્રૂડના ભાવમાં વધુ ઘટાડો આવી શકે છે.

national news new delhi