PM મોદીને શુભેચ્છા આપવા અમરેલીથી સાઈકલ લઈ દિલ્હી પહોંચ્યાં આ વ્યક્તિ

03 July, 2019 05:08 PM IST  |  દિલ્હી

PM મોદીને શુભેચ્છા આપવા અમરેલીથી સાઈકલ લઈ દિલ્હી પહોંચ્યાં આ વ્યક્તિ

2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી. પીએમ મોદીની આગેવાનીમાં ભાજપે 2014 કરતા પણ વધુ બેઠકો મેળવીને રેકોર્ડ સર્જી દીધો. ભાજપની આ ભવ્ય જીત બાદ દેશભરમાં ઉજવણી થઈ. પીએમ મોદીને દેશ વિદેશમાંથી જુદા જુદા નેતાઓએ ફોન કરીને શુભેચ્છા પાઠવી. પરંતુ ગુજરાતના એક વ્યક્તિ પીએમ મોદીને શુભેચ્છા આપવા દિલ્હી પહોંચી ગયા. હા વાત ભલે સામાન્ય લાગે પરંતુ તે સામાન્ય છે નહીં.

ગુજરાતના એક વ્યક્તિ પીએમ મોદીને શુભેચ્છા આપવા માટે અમરેલીથી સાઈકલ લઈને દિલ્હી પહોંચ્યા છે. જી હાં, અમરેલીમાં ભાજપના કાર્યકર્તા ખેમચંદે બુધવારે દિલ્હી પહોંચીને પીએમ મોદી સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ ખેમચંદ સાથેની મુલાકાતના અને તેમના પ્રવાસના ફોટોઝ ટ્વિટર પર શૅર કર્યા છે. આ સાથે પીએમ મોદીએ લખ્યું છે,'હું તેમની વિનમ્રતા અને ઝનૂનથી પ્રભાવિત થયો છું.'

ઉલ્લેખનીય છે ચૂંટણી પહેલા જ ખેમચંદભાઈએ સાઈકલ લઈને દિલ્હી જવાની જાહેરાત કરી હતી. ખેમચંદ ભાઈએ કહ્યું હતું કે લોકસભાની 2019ની ચૂંટણીમાં જો ભાજપ 300થી વધુ બેઠકો જીતશે તો તેઓ અમરેલીથી દિલ્હી સુધી સાઈકલ લઈને જશે. આ વાયદાને પાળતા તેઓ આજે દિલ્હી પહોંચ્યા હતા. અમરેલીના ખેમચંદભાઈ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત બદલ પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને આમંત્રણ આપવા દિલ્હી પહોંચ્યા છે.

આ પણ વાંચોઃ કેમ PM મોદીએ અમિતાભ બચ્ચન અને આમિર ખાનના કર્યા વખાણ ?

મીડિયા સાથે વાતચીતમાં ખેમચંદે કહ્યું કે,'મેં આ સંકલ્પ કર્યો હતો કે ભાજપને 300થી વધુ બેઠકો મળશે તો તેમને શુભેચ્છા આપવા માટે સાઈકલ લઈને દિલ્હી જઈશ. આટલે પહોંચતા મને 17 દિવસ લાગી ગયા. પીએમ મોદી સાથે મને વાત કરવાની તક મળી. હું પરમદિવસે અમિત શાહ સાથે મુલાકાત કરીશ.'

national news narendra modi amit shah gujarat