અમિત શાહે વન્દે ભારત એક્સપ્રેસને દેખાડી લીલી ઝંડી

04 October, 2019 08:15 AM IST  |  નવી દિલ્હી

અમિત શાહે વન્દે ભારત એક્સપ્રેસને દેખાડી લીલી ઝંડી

વન્દે ભારત એક્સપ્રેસ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી બીજી વન્દે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે. એનાથી દિલ્હીથી કટરા વચ્ચેની મુસાફરી ૧૨ કલાકની જગ્યાએ ૮ કલાકમાં પૂરી થઈ જશે. મુસાફરો માટે ટ્રેન પાંચમી ઑક્ટોબરથી શરૂ થશે. અમિત શાહે કહ્યું કે ૨૦૧૪માં જ્યારથી નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી તમામ યાત્રાસ્થાનો સુધી તમામ યાત્રી સરળતાથી પહોંચી શકે એની માટે સરકારે ઘણાં પગલાં ભર્યાં છે. વડા પ્રધાન મોદીએ રેલવે વિભાગ સામે એક કલ્પના મૂકી હતી કે ધીમે-ધીમે હાઇસ્પીડ ટ્રેનની ભારતમાં એક જાળ પાથરવામાં આવે.

વન્દે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી સવારે ૬ વાગ્યે રવાના થશે અને બપોરે બે વાગ્યે કટરા પહોંચી જશે. કટરાથી આ જ ટ્રેન એ જ દિવસે બપોરે ૩ વાગ્યે નીકળશે અને રાત્રે ૧૧ વાગ્યે દિલ્હી પહોંચી જશે.

આ પણ વાંચો : PM મોદીને પત્ર લખનારા 49 નિર્માતાઓ સામે FIR, જાણો ઘટના

જમ્મુના લોકો માટે નવરાત્રિના પવિત્ર અવસરે એક ખાસ ભેટઃ મોદી

વડા પ્રધાન મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે ‘જમ્મુના લોકો માટે નવરાત્રિના પવિત્ર અવસર પર એક ખાસ ભેટ. અત્યાધુનિક સુવિધાઓથી ભરપુર, ભારતમાં જ બનેલી ‘વન્દે ભારત એક્સપ્રેસ’ દ્વારા શ્રદ્ધાળુઓ હવે ફક્ત આઠ જ કલાકમાં દિલ્હીથી કટરા પહોંચી જશે, જેના કારણે જમ્મુ-કાશ્મીરના પર્યટનને પણ પ્રોત્સાહન મળશે તેમ જ શ્રદ્ધાળુઓનો પ્રવાસ પણ વધારે આરામદાયક બનશે. જય માતા જી’

delhi amit shah national news