વિપક્ષનું ગઠબંધન એક નાટક, યુપીમાં 73 નહીં 74 સીટ્સ લાવીશું- અમિત શાહ

11 January, 2019 05:34 PM IST  |  નવી દિલ્હી

વિપક્ષનું ગઠબંધન એક નાટક, યુપીમાં 73 નહીં 74 સીટ્સ લાવીશું- અમિત શાહ

દિલ્હીના રામલીલા મેદાનમાં અમિત શાહ.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા દિલ્હીના રામલીલા મેદાનમાં બીજેપીનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ ગયું છે. આ અધિવેશન દરમિયાન બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે દેશના દરેક ખૂણામાં બીજેપીને પહોંચાડવા માટે અટલજી અને આડવાણીજીની જોડીએ સંઘર્ષ કર્યો એવો સંઘર્ષ ભાગ્યે જ ક્યારેય થયો હશે. યુપીમાં સપા-બસપાના ગઠબંધન માટે શાહે કહ્યું કે એકબીજાનું મોઢું પણ ન જોનાર આજે હારના ડરથી એકસાથે થઈ ગયા છે. તેઓ જાણે છે કે એકલા મોદીને હરાવવા સહેલા નથી. બીજેપી અધ્યક્ષે કહ્યું કે રાજ્યમાં 50%ની લડાઈ છે. બીજેપી ઉત્તરપ્રદેશમાં 73માંથી 72 સીટો નહીં લાવે પરંતુ તે 74 થઈ શકે છે.

શાહે બીજેપી કાર્યકર્તાઓને કહ્યું, "2019ની ચૂંટણી વૈચારિક યુદ્ધની ચૂંટણી છે. બે વિચારધારાઓ સામસામે ઊભી છે. 2019નું ચૂંટણી યુદ્ધ સદીઓ સુધી અસર છોડવાનું છે અને એટલે હું માનું છું કે તેને જીતવું બહુ મહત્વનું છે."

શાહે કહ્યું કે જે ભારતની કલ્પના વિવેકાનંદજીએ કરી હતી તેવું ભારત અમે મોદીજીના નેતૃત્વમાં બનાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ. 2014માં 6 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને 2019માં 16 રાજ્યોમાં બીજેપી સરકાર છે. 5 વર્ષની અંદર ભાજપનું ગૌરવ બેગણી ગતિથિ વધ્યું છે.

આ પણ વાંચો: મિશન 2019: રામલીલા મેદાનથી ભાજપ આજે ફૂંકશે ચૂંટણીનું રણશિંગુ

અમિત શાહે મોદી સરકારના સવર્ણ અનામતના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું, 'બંને ગૃહોમાં આ બિલ (સવર્ણ અનામત)ને પાસ કરાવીને સરકારે યુવાનોના સપનાને સાકાર કરવાનું કામ કર્યું છે. બંધારણમાં અત્યાર સુધી જે મહત્વપૂર્ણ સુધારઓ થયા છે તેમાં 124મો સુધારો સૌથી મહત્વનો છે. બીજો નિર્ણય જીએસટી કાયદા હેઠળ થયો છે. એક પછી એક વસ્તુઓના ભાવ ઘટાડવા અને શરૂઆતની તકલીફો ઓછી કરવા માટે સરકારે કામ કર્યું છે. આજે અમે કરોડો કાર્યકર્તાઓ વડાપ્રધાનને અભિનંદન આપીએ છીએ.'

delhi bharatiya janata party amit shah narendra modi