હરિયાણા ચૂંટણી : અમિત શાહ આજે ચૂંટણીપ્રચારની શરૂઆત કરશે

09 October, 2019 02:07 PM IST  |  ચંડીગઢ

હરિયાણા ચૂંટણી : અમિત શાહ આજે ચૂંટણીપ્રચારની શરૂઆત કરશે

અમિત શાહ

બીજેપી હરિયાણામાં ૭૫ પ્લસ સીટ જીતવાના લક્ષ્ય સાથે ચાલી રહી છે. આ જીત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ફટાફટ રૅલીઓ કરવાના મૂડમાં છે. મોદી હરિયાણામાં ચાર અલગ-અલગ ભાગમાં ૧૪, ૧૫ અને ૧૮ ઑક્ટોબરે મોટી રૅલી કરશે. જ્યારે બીજેપીના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ૯ અને ૧૪ ઑક્ટોબરે બે ડઝનથી વધુ વિધાનસભા વિસ્તારોને કવર કરતાં ૮ રૅલી કરશે. અમિત શાહની રૅલી માટે હરિયાણા બીજેપીએ રોહતકમાં રોડ-શો કરવા માટે સમય માગી લીધો હતો. ૯ ઑક્ટોબરે આજે અમિત શાહ હરિયાણા જશે, જ્યાં તેઓ કૈથલમાં પુંડારી, ગુહલા, ચીકા અને કૈથલમાં સંયુક્ત રૅલીઓનું આયોજન છે. ત્યાર બાદ બપોરે બરવાલામાં હાંસી, બરવાલા અને ઉકલાનામાં સંયુક્ત રૅલી યોજાશે.

આ પણ વાંચો : જાણો ક્યારે ભારતની વાયુસેનામાં સામેલ થશે આપણું પહેલું રાફેલ?

બપોર બાદ લોહારુમાં તોશામ, બાઢડા અને લોહારુમાં પણ સંયુક્ત રૅલી થશે. સાંજે ૩ વાગ્યે મહમ પહોંચશે, જ્યાં મહમ, કલાનૌર અને ગઢી-સાંપલા કલોઈ વિધાનસભાની સંયુક્ત રૅલી યોજાશે.

haryana amit shah bharatiya janata party national news