અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનો ખતરોઃ સેના-સરકાર અલર્ટ

29 June, 2019 01:02 PM IST  |  નવી દિલ્હી

અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનો ખતરોઃ સેના-સરકાર અલર્ટ

પ્રતીકાત્મક તસવીર

અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનું અલર્ટ આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જૈશના આતંકવાદીઓ બાલાકોટના રસ્તેથી સુરક્ષાદળના જવાનોને નિશાન બનાવી શકે છે. આતંકવાદીઓ સૈન્યવાહનને નિશાન બનાવી મોટા હુમલાનું ષડ્યંત્ર રચી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓના અલર્ટ બાદ અમરનાથ યાત્રાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

યાત્રાના રૂટ પર સીસીટીવી અને ડ્રોન કૅમેરા દ્વારા બાજનજર રાખવામાં આવશે, જ્યારે સીઆરપીએફ અને સેનાના જવાનોને યાત્રાના રૂટ પર સ્ટૅન્ડ બાય રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : પુણેમાં વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતા 15 લોકોના મોત

આ ઉપરાંત ડૉગ સ્ક્વોડ, જૉઇન્ટ કન્ટ્રોલ રૂમ સહિત સીઆરપીએફને આધુનિક હથિયારથી સજ્જ કરવામાં આવી છે. સીઆરપીએફની ટુકડીને પણ સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાતં જમ્મુ રેલવે સ્ટેશન પર પણ સુરક્ષા વધારવામાં આવી છે કેમ કે જમ્મુ રેલવે સ્ટેશન પર ૭૦ હજારથી વધારે યાત્રીઓ આવવાની શક્યતા છે.

જમ્મુ રેલવે સ્ટેશન ઉપરાંત કટરા રેલવે સ્ટેશન, ટનલ અને રેલવે પુલની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

national news terror attack