સર્જિકલ સ્ટ્રાઇક 2 પછી ટોરેન્ટ પર 'ઉરી' ફિલ્મના ડાઉનલોડમાં થયો વધારો

26 February, 2019 08:29 PM IST  | 

સર્જિકલ સ્ટ્રાઇક 2 પછી ટોરેન્ટ પર 'ઉરી' ફિલ્મના ડાઉનલોડમાં થયો વધારો

ફિલ્મનું પોસ્ટર

આજે સવારે ઇન્ડિય એરફોર્સે એલઓસી પાર કરીને પાકિસ્તાનમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી. ખબરો પ્રમાણે, આ એર સ્ટ્રાઇકમાં ભારતીય વાયુસેનાએ 1000 કિલો બોમ્બનો ઉપયોગ કર્યો હતો, જેમાં આશરે 300 આતંકીઓ માર્યા ગયા. આજે સવારથી જ એર સ્ટ્રાઇકના સમાચારો ટીવીથી લઈને ઇન્ટરનેટ સુધી ટ્રેન્ડ કરી રહ્યા હતા.

તેની સાથે જ ઇન્ટરનેટની દુનિયામાં એક વિચિત્ર ઘટના પણ ઘટી. તેના વિશે કદાચ જ કોઈએ વિચાર્યું હશે. હકીકતમાં ઇન્ડિયન એરફોર્સની એર સ્ટ્રાઇક પછી ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇકને લોકો Torrent (ટોરેન્ટ) પર ઝડપથી સર્ચ કરવા લાગ્યા.

તેનું કારણ છે સોશિયલ મીડિયા પર ઇન્ડિયન એરફોર્સ દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકને લોકો સર્જિકલ સ્ટ્રાઇક 2 કહેવા લાગ્યા. એટલા માટે લોકો ઇન્ટરનેટ પર મોટી સંખ્યામાં આદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ ફિલ્મને સર્ચ કરવા લાગ્યા.

આ ફિલ્મ વર્ષ 2016માં ઉરી હુમલા પછી ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના 7 આતંકી ઠેકાણાઓ પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બેઝ્ડ હતી. આ ફિલ્મમાં યામી ગૌતમ અને વિક્કી કૌશલ લીડ રોલમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: સર્જિકલ સ્ટ્રાઇક 2: પાકિસ્તાને કર્યો ભારતીય ફિલ્મોનો બોયકોટ

આજે સવારથી જ ટ્વિટર પર લોકો #IndianAirforce, #Surgicalstrike2, #IndianAirForce, #IndiaStrikesBack, #airstrike, #BharatMataKiJai, #Mirage2000 આ તમામ હેશટેગ્સ દ્વારા ઇન્ડિયન એરફોર્સને અભિનંદન આપી રહ્યા છે.

પુલવામા હુમલા પછી પણ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇકની ટિકિટો ફટાફટ વેચાવા લાગી હતી. લોકો ભારતીય સેનાની શૌર્યગાથા જોવા માટે આ ફિલ્મની ટિકિટો બુક કરી રહ્યા હતા.