પુલવામા આતંકી હુમલા પછી પાક. સાથે સાયબર વૉર, 180 વેબસાઇટ્સ પર કબ્જો

20 February, 2019 06:52 PM IST  | 

પુલવામા આતંકી હુમલા પછી પાક. સાથે સાયબર વૉર, 180 વેબસાઇટ્સ પર કબ્જો

પ્રતીકાત્મક તસવીર


પુલવામા આતંકી હુમલા પછી જ્યારે પોતાના સાથીઓની શહાદતનો બદલો લેવા માટે સરહદ પર સૈનિકો બેતાબ છે, ત્યારે હેકર્સે તેમનાથી એક ડગલું આગળ વધીને પાકિસ્તાન વિરુદ્ધ સાયબર વોર છેડી દીધો છે. પાકિસ્તાનની 180 વેબસાઇટ્સ હેક કરીને આઇ-ક્રૂ રેનસમવેર હેકર ગ્રુપે ભારતીય હેકર્સની શક્તિને ઓળખી લેવાની ચેતવણી આપી છે. સાઇટ ખોલતા જ દેશભક્તિનું ગીત વાગવા લાગે છે, જે ડિવાઈસ (કોમ્પ્યુટર, મોબાઈલ કે લેપટોપ)ને ઓફ કર્યા વગર બંધ જ નથી થતું.

દેશભક્તિનો આ અંદાજ જોઈને સાયબર એક્સપર્ટ પણ હેરાન છે. આ એથિકલ સાયબર હેકર દેશ અને વિદેશમાં રહેતા ભારતીય સાયબર એક્સપર્ટ્સ અને આઇટી સાથે જોડાયેલા લોકોને રિકવેસ્ટ મેસેજ મોકલી રહ્યા છે. આવા જ મેસેજ રિસીવ કરનાર નેશનલ સિક્યોરિટી એક્સપર્ટ અમિત દુબેએ જણાવ્યું કે આ ગ્રુપે અત્યાર સુધી પાકિસ્તાનની સરકારી અને બિનસરકારી 180થી વધુ વેબસાઈટ હેક કરી લીધી છે.

તેમાં દેશની કેટલીક કંપનીઓ પણ છે જે ત્યાં જોડાયેલી છે. આ લોકો આઇટી ફિલ્ડ સાથ જોડાયેલા લોકોને ઇન્વાઇટ કરીને જોડી રહ્યા છે. હાલ તેમનો ઉદ્દેશ શું છે તે એક મોટો પ્રશ્ન છે. આવું તે લોકો દેશભક્તિ માટે કરી રહ્યા છે કે તેમનું બીજું કોઈ પ્લાનિંગ છે.

આ જાણવા માટે ગ્રુપ સાથે જોડાયેલા લોકો અને મેસેજ દ્વારા તેમને ટ્રેસ કરવા માટે દેશ-વિદેશના ઘણા એક્સપર્ટ્સ ભેગા થયા છે. આ લોકોએ પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી શનિવારના રોજ પાકિસ્તાનની વેબસાઈટ હેક કરી છે. ત્યારબાદ પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કેટલાક લોકોને આવી ફરિયાદો મળ્યાની વાત કરી છે અને તેમાં ભારતીય હેકરનો હાથ હોવાની આશંકા પણ દર્શાવી છે.

આ પણ વાંચો: તમિલનાડુ: દ્રમુક-કોંગ્રેસે કર્યું ગઠબંધન, દ્રમુક 30 અને કોંગ્રેસ 9 સીટ્સ પર લડશે

આ મેસેજ આવે છે

ફીલ ધ પાવર ઑફ ઇન્ડિયન હેકર. યોર ફાઇલ હેઝ બીન ઇન્ક્રિપ્ટેડ બાય આઇ-ક્રૂ રેનસમવે, નોબડી કેન રિકવર યોર ફાઇલ વિધાઉટ ધ કી. સો ડોન્ટ વેસ્ટ યોર ટાઇમ. ત્યારબાજ ગીત (મેં લડ જાવા, હૈ લહુમેં ચિંગારી) વાગવા લાગે છે.

pakistan terror attack pulwama district