પ્રકાશ રાજની રાજકારણમાં એન્ટ્રી, 2019 લોકસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત

01 January, 2019 04:28 PM IST  |  નવી દિલ્હી

પ્રકાશ રાજની રાજકારણમાં એન્ટ્રી, 2019 લોકસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત

અભિનેતા પ્રકાશ રાજ (ફાઇલ ફોટો)

દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલિવુડના પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજે 2019 લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે ટ્વિટ કરીને એલાન કર્યું છે કે તેઓ આ વર્ષે થનારી સામાન્ય ચૂંટણી લડશે. નવા વર્ષની શુભકામનાઓ આપતા પ્રકાશ રાજે જણાવ્યું કે તેઓ કોઈ પાર્ટીમાંથી નહીં પરંતુ અપક્ષમાંથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે તેમનો ચૂંટણી વિસ્તાર કયો હશે.

આ દરમિયાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રકાશ રાજ કર્ણાટકથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. ચૂંટણી લડવાનું એલાન કરીને પ્રકાશ રાજે પોતાની ટ્વિટમાં લખ્યું, 'તમામને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. એક નવી શરૂઆત અને વધુ જવાબદારી. તમારા સહયોગથી હું આગામી લોકસભા ચૂંટણીમાં અપક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરીશ. ટુંક સમયમાં ચૂંટણી વિસ્તારની જાણકારી પણ શેર કરીશ. અબકી બાર જનતાકી સરકાર.'

ઉલ્લેખનીય છે કે પ્રકાશ રાજ પોતાના અભિનય અને ફિલ્મો ઉપરાંત કેન્દ્ર સરકાર તેમજ બીજેપીની ટીકા કરવાના કારણે સુરખીઓમાં છવાયેલા રહ્યા. તેઓ ઘણા મંચ પરથી બીજેપી પર વ્યંગ કરતા પણ જોવા મળ્યા છે. પોતાની ચૂંટણી લડવાની જાહેરાત કરતી ટ્વિટમાં પણ તેઓ બીજેપી સરકાર પર વ્યંગ કરવાનું ભૂલ્યા નથી.

prakash raj