૯૨ દેશોએ ભારત પાસે માગી કોરોનાની રસી

22 January, 2021 02:01 PM IST  |  New Delhi | Agencies

૯૨ દેશોએ ભારત પાસે માગી કોરોનાની રસી

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય જાગરણ

કોરોનાની રસી મેળવવા માટે ૯૨ દેશોએ ભારતનો સંપર્ક કરતાં નવી દિલ્હી વિશ્વમાં વૅક્સિનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું હોય એમ જણાય છે.
ઉચ્ચ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘શનિવારથી દેશમાં રસીકરણ અભિયાન શરૂ થયું ત્યારથી ભારતીય રસીઓ નજીવી આડઅસરો ધરાવતી હોવાના સમાચાર પ્રસરવા માડતાં વધુ ને વધુ દેશો રસી માટે ભારતનો સંપર્ક સાધી રહ્યા છે.’
ભારત નેપાલ, બંગલાદેશ અને મ્યાંમાર સહિતના ઘણા પાડોશી દેશોને સ્થાનિક સ્તરે તૈયાર થયેલી રસી મોકલી રહ્યું છે.
ડોમિનિકન રિપબ્લિકના વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટે મંગળવારે ભારતીય પીએમ મોદીને પત્ર પાઠવીને રસી આપવા માટે વિનંતી કરી હતી.
આ ઉપરાંત, વિશ્વમાં અમેરિકા બાદ કોરોના વાઇરસના સૌથી વધુ કેસ ધરાવતા લેટિન અમેરિકાના બ્રાઝિલે પુણેથી ભારતીય રસીની આયાત કરવા માટે એક ખાસ પ્લેન મોકલ્યું છે.
બ્રાઝિલનું પ્લેન ત્યાંની સરકારની ફાઇઓક્રૂઝ બાયોમેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખરીદવામાં આવેલી કોરોનાની રસીના પ્રથમ બે મિલ્યન ડોઝ લઈ જાય એવી શક્યતા છે.
સાઓ પૌલોથી મળેલા અહેવાલ અનુસાર, આરોગ્ય મંત્રી એડ્યુઆર્ડો પેજુએલ્લોએ જણાવ્યું હતું કે ‘સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા ખાતે તૈયાર કરવામાં આવી રહેલી એસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડ યુનિવર્સિટીની રસીને લાવવા માટેનું દસ્તાવેજીકરણ તૈયાર છે.

coronavirus covid19 national news