રાજકોટના એક પરિવારને ૯.૪૦ લાખનું વીજ બિલ

05 July, 2020 01:42 PM IST  |  Rajkot | Agencies

રાજકોટના એક પરિવારને ૯.૪૦ લાખનું વીજ બિલ

પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં પશ્ચિમ વીજ કંપનીએ એક સામાન્ય પરિવારને અધધધ ૯ લાખ ૪૦ હજારનું બિલ ફટકાર્યું છે. છૂટક દલાલીનું કામ કરતા અને બે રૂમ-રસોડું ધરાવતા ચંદુભાઈ વાઘેલાને પીજીવીસીએલએ ૯ લાખ ૪૦ હજારનું બિલ આપ્યું છે. તેમણે કહ્યું કે લૉકડાઉનમાં પીજીવીસીએલએ મનફાવે એમ બિલ આપી દીધાં છે. બે રૂમ-રસોડાનું ૯ લાખ બિલ હોય. પીજીવીસીએલની ગંભીર ભૂલ છે જેથી હું જાતે જ પીજીવીસીએલ કચેરીમાં તપાસ કરવા જઈશ.
ચંદુભાઈએ જણાવ્યું કે સામાન્ય દિવસોમાં બેથી અઢી હજાર બિલ આવતું હોય છે, પણ આ સરકાર તો આડેધડ બિલ આપવા લાગી છે. સરકારને ગમે તેમ બધું કવર તો કરવું છે એટલે એ સામાન્ય માણસોને પણ આ પ્રકારનાં બિલ ફટકારે છે. આ બિલ જોઈને તો પરેસેવો છૂટી ગયો છે. હું સમગ્ર મામલે ફરિયાદ કરીશ.

national news rajkot