ભારતમાં બનેલી કોરોના વૅક્સિનની બોલબાલા: દુનિયાના ૯ દેશોએ માગી

12 January, 2021 02:23 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતમાં બનેલી કોરોના વૅક્સિનની બોલબાલા: દુનિયાના ૯ દેશોએ માગી

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાઇરસની બે વૅક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે પરવાનગી મળવાની સાથે જ દુનિયાની નજરો હવે ભારત પર છે. દુનિયાના મોટા ભાગના દેશ ભારતની કોરોના વૅક્સિન લેવા માગે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ભારત બાયોટેકની વૅક્સિનના ૨૦ લાખ ડોઝ તાત્કાલિક આપવા અનુરોધ કર્યો છે. જોકે પહેલાં વૅક્સિન પાડોશી દેશોને આપવામાં આવશે. એ બાદ અન્ય દેશોને આપવામાં આવશે.

કોરોના મહામારી વચ્ચે દુનિયામાં વૅક્સિનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ભારતમાં બે વૅક્સિનના ઉપયોગને પરમિશન મળ્યાં બાદ બ્રાઝિલ, મોરક્કો, સાઉદી અરેબિયા, મ્યાંમાર, બંગલાદેશ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોએ ભારત પાસેથી વૅક્સિનની માગ કરી છે.  સૂત્રોનું માનીએ તો વૅક્સિન વિતરણમાં ભારત સરકાર બંગલાદેશ, ભૂતાન, નેપાલ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવા પાડોશી દેશોને મહત્ત્વ આપશે.

national news coronavirus covid19