Independents Day 2020: લાલ કિલ્લા પર કરવામાં આવી ફુલ ડ્રેસ રિહર્સલ

14 August, 2020 02:02 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

Independents Day 2020: લાલ કિલ્લા પર કરવામાં આવી ફુલ ડ્રેસ રિહર્સલ

સ્વાતંત્ર્ય દિવસ માટે રેડ ફૉર્ટ પર આ રીતે કરવામાં આવી તૈયારી

આખા દેશમાં 15 ઑગસ્ટ(15 August) એટલે કે સ્વાતંત્ર્ય દિવસ(Indepence Day)ની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે દેશની રાજધાની દિલ્હી(Delhi)માં આયોજિત થનારા કાર્યક્રમને લઈને પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન બુધવારે લાલ કિલ્લા(Red Fort) પર ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવી. જણાવવાનું કે, દેશમાં આ વર્ષે 74મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. જો કે, કોવિડ-19 મહામારી(Covid-19 Epidemic)ને કારણે આ વર્ષે 15 ઑગસ્ટનો કાર્યક્રમ દરવર્ષ કરતાં આ વર્ષે થોડો જુદાં પ્રકારનો હશે.

આ દરમિયાન ડ્રેસ રિહર્સલનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઇ દ્વારા શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જળ, સ્થળ અને વાયુ સેનાના જવાનો સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમની રિહર્સલ કરતાં જોવા મળે છે.

જણાવવાનું કે કોરોના વાયરસને કારણે સ્વતંત્રતા દિવસે આયોજિત થનારા કાર્યક્રમ માટે વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે. આ વર્ષે જળ, સ્થળ અને વાયુસેનાન જવાન ગાર્ડ ઑફ ઑનર આપશે. જો કે, આમાં લગભગ 22 જેટલા જવાન અને ઑફિસર સામેલ થશે. બધાં જવાન સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરશે. સાથે જ આ બધાં જ જવાનોના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે અને ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી જ તેમને કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે.

તો નીચે ફોરગ્રાઉન્ડમાં પણ આ વર્ષે શાળાકીય વિદ્યાર્થીઓ નહીં હોય. પહેલા 3500 વિદ્યાર્થીઓ હતા પણ આ વખતે માત્ર 500 એનસીસીના બાળકો જ હશે. આ બધાં બાળકો વચ્ચે પણ 6 ફૂટનું અંતર રહેશે. આ રીતે બન્ને બાજુ માત્ર 120 ગેસ્ટ હશે. જ્યારે અત્યાર સુધી 300થી 500 ગેસ્ટ હાજર રહેતા હતા.

independence day national news red fort delhi news